પોસ્ટ્સ

જાન્યુઆરી 19, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દેસાઈ અટક નો ઈતિહાસ

         જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, પોતાના મૂળ ગામ ઉપરથી પડેલી અટકો,તેમજ મુસ્લિમ અને અંગ્રેજ શાસન સમયમાં એ સમયના સત્તાધીશોએ આપેલી પદવીઓ, માન અને મોભાઓ ઉપરથી પડેલી અટકો અંગે અવાર નવાર આપણે સૌ ચર્ચાઓ કરીએ છીએ.આવી અટકો, સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ આ સિવાય અન્ય સમાજોમાં પણ આવી અટકો કે પદવી યા મોભાવાચક અટકો એટલે કે સરનેમ હાલમાં ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ઠાકોર,રજપૂત,દરબાર તેમજ અન્ય સમાજોમાં પણ પોતાના બાપદાદાના ના નામ ઉપરથી, પોતાના મૂળ ગામ ઉપરથી પણ અટકો જોવા મળે છે. દા. ત. મારી પોતાની જ વાત કરું તો અમારા પરમાર વંશની એક શાખા અમારા પૂર્વજ યા પરદાદા કે જેઓનું નામ રાભાજી પરમાર યા રભાભા હતું. જેઓના નામ ઉપરથી આજે પણ અમારી શાખના પરમારો રભાતર પરમાર તરીકે ઓળખાય છે. આ શાખના પરમારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ પાટણ અને મહેસાણા જિલ્લામાં વસે છે.          એજ રીતે કોઈ ડેર ગામના મૂળ વતની હોય તો ડેરિયા ઠાકોર કે ડેરિયા દરબાર તરીકે ઓળખાય છે. આવી જ રીતે મૂળ ચુવાળ પંથકમાંથી ગયેલા અને સૌરાષ્ટ્ર કે સુરેન્દ્રનગર બાજુ ગયેલા ઘ