પોસ્ટ્સ

ઑગસ્ટ 24, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઠાકોર યા ઠાકુર સંદર્ભ

ઠાકોર યા ઠાકુર સંદર્ભ  કહેવાય છે કે ભારત દેશમાં એકતામાં વિવિધતા અને વિવિધાતામાં એકતા જોવા મળે છે. આ સર્વથા સનાતન સત્ય છે. સાંસ્ક્રુતિક એક્તાથી આખો દેશ અકજુથ છે. જન્મથી લઈને મૃત્યુપર્યાન્ત સંસ્કારોમાં પણ આશ્ચર્યજનક સમાનતા જોવા મળે છે. એજ રીતે દૈનિક જીવન , રહેણી કરણી , અને વ્યવહારોમાં પણ સમાનતા જોવા મળે છે. આ છે ભારતની સંસ્કૃતિ. સૌથી અગત્યની સમાનતા જોવા જઈએ તો ગુજરાત અને રાજસ્થાન તો એક બીજા સાથે મળી ગયા હોય એવી સંસ્કૃતિ છે. એમાય ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તો તમામ દ્રષ્ટિએ એકબીજાની સમાનતાની નજીક છે. પહેરવેશ , બોલી વિગેરે માં સમાનતા જોવા મળે છે. આમ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ તો પ્રાયઃ એક જ છે. રાજસ્થાન અને ગુજરાતની ઐતિહાસિક , સાંસ્ક્રુતિક અને ભૌગોલિક તેમજ રાજકીય વિવરણ અંગ્રેજ ઈતિહાસકાર એલેકઝાંડર કિનલોક ફાર્બસ ને પોતાના ગુજરાત અને રાજસ્થાનન પુસ્તકોમાં કરેલું જોવા મળે છે. અટકો અને જાતિવાચક સમૂહો અને પેટા સમૂહો ની પણ ગુજરાતમાં એક આગવી ઓળખ છે. બ્રાહ્મણ , ક્ષત્રિયા , વૈશ્ય અને સેવક એમ ચાર વરણોમાં વિભાજિત હિન્દુ સમાજમાં અનેક અટકો અને પેટા અટકો તેમજ સમૂહો અને પેટા સમૂહો

જન્માષ્ટમી ની શુભ કામનાઓ. જય શ્રી ક્રુષ્ણ .

ભગવાન શ્રી ક્રુષ્ણ ગીતાના ૧૩ માં શ્લોકમાં કહે છે કે, चातुर्वर्ण्य मया सुष्ठम गुणकर्मविभागश: । तस्य कर्तारमपि मां विध्दियकर्तारमव्ययम ॥ સારાંશ : - ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ-સમાજના ચાર વર્ણોની રચના મે કરી છે. જો કે હું આ વ્યવસ્થાનો સ્ષ્ટા છુ, તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છુ. ભગવાન દરેક વસ્તુના રચઈતા છે. દરેક વસ્તુ તેમનામાથી જ ઉદભવે છે અને દરેકનું તેમના દ્વારા પાલન થાય છે અને પ્રલય પછી દરેક વસ્તુ તેમની અંદર લય પામે છે. તેઓ જ સમાજ- વ્યવસ્થાના ચાર વર્ણોના સર્જક છે. જેમાં સરવા પ્રથમ બુદ્ધિમાન વર્ગ આવે છે જે સત્વગુણ પ્રધાન હોવાથી પારિભાષિક રીતે બ્રાહ્મણ કહેવાય છે. બીજો વર્ગ શાસનકર્તાઓનો હોવાથી ક્ષત્રિય કહેવાય છે. વૈશ્ય વર્ગ રજોગુણ અને તમોગુણના મિશ્રગુણમાં સ્થિત હોય છે. જ્યારે શુદ્રો અર્થાત શ્રમિક વર્ગના લોકો ભૌતિક પ્રકૃતિના તમોગુણમાં રહેલા હોય છે. મનુષ્ય સમાજના આ ચાર વરગોનું સર્જન કરવા છતાં ભગવાન શ્રી ક્રુષ્ણ આમાંના કોઈપણ વર્ગમાં કે વિભાગમાં નથી. ભગવાને ચાર વર્ણોની રચના એટલા માટે કરી છે કે મનુષ્ય ને પશુ કક્ષામાંથી ઉન્