પોસ્ટ્સ

નવેમ્બર 9, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આશાવલ યા કર્ણાવતી

  વિદાય લેતા વિક્રમ સંવત-2074 અને  સમૃદ્ધિના અપાર ભંડારો સાથે દેદીપ્યમાન સુરજ દેવા કિરણોથી સજાયેલ માં ધરતીમાતાના ખોળાને ખૂંદવા ફરીથી વિક્રમ સંવત-2075 ના સુપ્રભાતે વંદન કરીને સમાજના સૌને ઝાયણીના ઝવાર સાથે ઝાઝા કરીને રાંમ રાંમ અને નવવર્ષ સૌના માટે અનેક આશાઓના ઉજળા ભવિષ્યનું નિર્માણ કરે એવી શુભ કામનાઓ।  મિત્રો આજે આપણે હાલના અમદાવાદ અને પૂર્વકાળમાં જેનું નામ આશાવલ કે કર્ણાવતી હતું એવા ગુજરાતના આ સૌથી મોટા શહેર વિષે જાણીયે। કોઈપણ સમાજ હોય કે ગામ હોય કે જાતિ હોય એનો ઇતિહાસ જાણવો જરૂરી હોય છે. તો મિત્રો ચાલો આપણે હાલના અમદાવાદ કે કર્ણાવતી કે આશાવલ વિષે ઐતિહાસિક મહત્વને જાણીયે। હાલમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો વિચાર વહેતો થયો છે તો આ બાબતે આપણે કરણાવતી- આશાવલી  નગર ની ઐતિહાસિક માહિતી મેળવીયે। આજથી એક હજાર વર્ષ પૂર્વે હાલનું અમદાવાદ એટલે કે આશાવલ નામનું આ નગર એક સમૃદ્ધ નગર હતું। આશા નામના ભીલોના રાજા એ આ નગરની સ્થાપના લગભગ અગિયારમી સદીમાં કરેલી હતી. આથી આશા નામના ભીલ રાજાના નામ ઉપરથી હાલના અમદાવાદનું નામ આશાવલ રાખવામાં આવ્યું હતું। ગુજરાતમાં રાજપૂત રાજાઓનું શાસન આવ્યું એ પહેલાં ગુજ

ભાઈ બીજનું મહત્વ

ભાઈ બીજ   ભાઈ બીજ   અથવા   કારતક સુદ ૨   હિંદુ પંચાગના   વિક્રમ સંવત   મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે , જ્યારે   શક સંવત   મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે. ભાઈ બીજનો તહેવાર   ગુજરાત ,  મહારાષ્ટ્ર ,  હરિયાણા ,  ગોવા ,  પશ્ચિમ બંગાળ ,  કર્ણાટક   માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ ,  યમુનાને  યમની બહેન માનવામાં આવે છે. અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. એવી માન્યતા છે. ત્યારથી જ આ પર્વ મનાય છે   ભાઈબીજ   એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ. અને આ માન્યતા છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ , ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહ