પોસ્ટ્સ

જૂન 7, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ક્ષત્રિય જાતિઓ અને વસવાટ

ગુજરાતની ક્ષત્રિયા જાતિઓ         છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અનામત આંદોલનો અને વિવિધ જ્ઞાતિઓના સમીકરણો અને કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ૯૦ના દાયકામાં ખામ થીયરીથી ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક આવ્યો હતો, એમ કહિયે તો ખોટું નથી. ગુજરાતમાં વર્ષોથી અનામતનું પોટલું એ અભરાઇયે ધુળ ખાતું હતુ, એનો અમલ કરવા બક્ષીપંચની રચના કરીને મુળ ૮૨ જેટલી જાતિઓને સમાવેશ કરી અમલ કરવામાં આવ્યો. રમખાણો થયાં, અનામત વિરોધી આંદોલનો કરવામાં સામેલ કેટલાય યુવાનો પોલીસની ગોળીઓથી વિંધાઈ ગયા. પરંતુ છેવટે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે થી એ વખતના મુખ્યમંત્રી એવા માધવસિંહ સોલંકીયે રાજીનામું આપવું પડ્યું હતું. છેવટે ચિમનભાઇ પટેલનો પક્ષ અને ભાજપએ બન્નેએ ભેગા મળીને સરકારી બસોમાં ગુજરાતના દરેક પ્રાંતોમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લોકોને બોલાવીને ગાંધીનગરમાં સેકટર્-1 ના હેલીપેડ મેદાનમાં બક્ષીપંચના ૨૭% અનમાતની વિધિવત જાહેરાત કરી. માધવસિંહ સોલંકી પાસે એમની સરકારમાં વિધનસભામાં ક્ષત્રિયા ધારાસભ્યોની બહુમતી હોવા છતાં રાજીનામું આપી દેવું પડ્યું હતુ. પરંતું હાલમાં પટેલ સમાજ દ્વારા અનામત બાબતે જલદ કાર્યક્રમો કરવામાં