ક્ષત્રિય જાતિઓ અને વસવાટ


ગુજરાતની ક્ષત્રિયા જાતિઓ

        છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અનામત આંદોલનો અને વિવિધ જ્ઞાતિઓના સમીકરણો અને કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ૯૦ના દાયકામાં ખામ થીયરીથી ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક આવ્યો હતો, એમ કહિયે તો ખોટું નથી. ગુજરાતમાં વર્ષોથી અનામતનું પોટલું એ અભરાઇયે ધુળ ખાતું હતુ, એનો અમલ કરવા બક્ષીપંચની રચના કરીને મુળ ૮૨ જેટલી જાતિઓને સમાવેશ કરી અમલ કરવામાં આવ્યો. રમખાણો થયાં, અનામત વિરોધી આંદોલનો કરવામાં સામેલ કેટલાય યુવાનો પોલીસની ગોળીઓથી વિંધાઈ ગયા. પરંતુ છેવટે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે થી એ વખતના મુખ્યમંત્રી એવા માધવસિંહ સોલંકીયે રાજીનામું આપવું પડ્યું હતું. છેવટે ચિમનભાઇ પટેલનો પક્ષ અને ભાજપએ બન્નેએ ભેગા મળીને સરકારી બસોમાં ગુજરાતના દરેક પ્રાંતોમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લોકોને બોલાવીને ગાંધીનગરમાં સેકટર્-1 ના હેલીપેડ મેદાનમાં બક્ષીપંચના ૨૭% અનમાતની વિધિવત જાહેરાત કરી. માધવસિંહ સોલંકી પાસે એમની સરકારમાં વિધનસભામાં ક્ષત્રિયા ધારાસભ્યોની બહુમતી હોવા છતાં રાજીનામું આપી દેવું પડ્યું હતુ. પરંતું હાલમાં પટેલ સમાજ દ્વારા અનામત બાબતે જલદ કાર્યક્રમો કરવામાં આવ્યા, પોલીસ દ્વારા પટેલ સમાજના લોકો અને સાથે સાથે સ્ત્રીઓ ઉપર દમન કર્યાના અહેવાલો હોવા છતાં અને આંદોલનના મુખ્ય સેનાપતિ સાથે હજારો પટેલ લોકોને જેલમાં ધકેલી દિધા હોવા છતાં અને મુખ્યમંત્રી પોતે પટેલ જ્ઞાતિના હોવા છતાં પણ આજે તેમના પદ ઉપર વટભેર ઉભા છે. આ કામ સહેલું તો ન હતું. ખેર આનંદીબેન પટેલ ને અભિનંદન આપવા ઘટે. ઇતહાસમાં આ ઘટના હમેશાં યાદગાર બની રહશે.
        મુળ મુદ્દાની ચર્ચા કરીયે તો, જે તે સમયે ઓબીસીમાં  ફકત ૮૨ જેટલી જેટલા જાતિ સમુહોને સમાવીને એ જાતિ સમુહોને ભારત સરકારની અને ગુજરાત સરકારની વિવિધ સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં લાભો આપવાનું ઠરાવવામાં આવેલું. પરંતુ એના પછી સરકારે પાછલા બારણેથી બીજી એટલીજ જાતિઓ કે જાતિ સમુહોને બક્ષીપંચ કે ઓબીસીમાં સમાવેશ કરી દિધો. આમ થવાથી મુળ ઓબીસીની જે જાતિઓને લાભો આપવાનો જે ઉદ્દેશ્ય હતો, એ ખુણામાં ધકેલાઈ ગયો. ગુજરાતમાં ક્ષત્રિયાની પરિભષામાં આવતા રાજપૂતો, ગરાસિયા રાજપુતો, કારડિયા રાજપુતો, પાલવી ઠાકોર-દરબારો-રજપુતો અને કોળી ઠાકોર, વિગેરેમાંથી ફક્ત રાજપૂતો- ગરાસિયા રાજપૂતો સિવાય બાકીના ને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત ગણીને અનામતનો લાભ આપવમાં આવ્યો છે. આ લાભો મળવા છતાં આજે પણ આજ સુધી પણ અનામતના હોઠા હેઠળ આરક્ષિત અને રક્ષિત થયેલી જાતિઓને આઝાદીના વર્ષો પછી પણ જોઇયે એટલો લાભ મળ્યો નથી. બક્ષીપંચમાં સમાવિષ્ઠ જાતિઓ પૈકી જે જાતિઓની જન સખ્યા સૌથી ઓછા પ્રમાણમાં હોવા છતાં એ એ જાતિઓ સૌથી વધારે લાભ મેળવવામાં આજે પણ અગ્રેસર છે. જ્યારે જે જે જાતિઓની જન સંખ્યા સૌથી વધું પરમાણમાં હોવા છ્તાં આજે પણ આ જ્ઞાતિઓ જ્યાંના ત્યાં જ છે. ખરેખર તો સરકારે બક્ષીપંચમાં આવતી જાતિઓ પૈકી જે જાતિઓનું સંખ્યાબળ સૌથી વધારે હોય, એની ટકાવારી મુજબ જે તે જાતિને લાભો આપવાનું નક્કી કરવું જોઇયે. જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય, કોને એટલો લાભ મળ્યો છે.
        ક્ષત્રિયા સમુહોમાં આવતી જ્ઞાતિઓમાં ગરાસિયા રાજપૂતો, કારડિયા રાજપૂતો, નાડોદા-ભાથી રાજપૂતો, ઉત્તર અને મધ્ય ગુજરાતના પાલવી ઠાકોર, પાલવી દબારો-રાજપૂતો, ઠાકોર-કોળી ઠાકોર  વિગેરે. બધા આમ જોવા જઈયે તો એક જ સીડીના પગથીયાં સમાન છે. પરંતું આ સીડીનું સૌથી ઉપરનું પગથીયું સૌથી નીચેના પગથીયાને માનવા તૈયાર નથી. બાકી સૌથી નીચેના પગથીયા સિવાય સીડીનું અસ્તિત્વવ જ ના હોઇ શકે. રાજપૂતો પોતે રાજઘરાના કે રાજકુળ સાથે સંકળાયેલા હોવાથી પોતાને સૌથી ઉંચા ગણે એ ખોટું નથી. પરંતુ એમના સિવાય ક્ષત્રિયોની અન્ય જાતિઓનો બક્ષીપંચમાં કે ઓબીસીમાં સમાવેશ થયો એટલે એ કાઈં ક્ષત્રિયા મટી નથી જવાના. પરંતુ આજે જ્યારે આપણે અખંડ રાજપૂતાના કે રાજા રજવાડાં પાછાં મેળવવાની વાત કરતાં હોઇયે ત્યારે આંતરીક મતભેદો ભુલીને એક થવુ જરુરી છે. એ પણ ભુલવું ના જોઇયે કે ક્ષાત્રત્વ સિવાય રજપૂતાના શક્ય નથી. અખંડ રાજપૂતાના ના સમયે આપણામાં આટલા બધા ઉંચ નીચના કે વાડાઓના ભેદભાવો ન હતા. પરંતુ વિદેશીઓ ના આક્રમણ આ પરીસ્થિતિ વધું વણશી એ તો આપણે બધા જાણિયે છીયે. આપણા જ રાજાઓ અને શાસકોના રાજ્યસતાઓ વિસ્તરીત કરવાના સ્વાર્થના કારણે ક્ષત્રિયા-રાજપૂત રાજાઓ-સામંતો-સરદારો-ઠાકોરો-તાલુકદારો-ગિરાસદારો એક બીજા સામે વર્ષો સુધી લડતા રહ્યા. ત્યાં સુધી કે રાજ્ય સત્તાઓ માટે સગા ભાઇયો પણ એક બીજાના લોહી પીપાસા બન્યા હોવા ના ઐતિહસિક દાખલાઓ છે. વસ્તુત: આ પરીસ્થિતિનો લાભ બિન ક્ષત્રિય સમાજો એ લીધો અને પરીણામ સ્વરુપ ક્ષત્રિયા એકતા નાશ પામી. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં એક સામન્ય બ્રાહમણે અખંડ ભારત માટે ક્ષત્રિયોની એકતા માટે એની આખી જિંદગીનો ભોગ આપ્યો હતો. એવા વિષ્ણુગુપ્ત ચાણક્યએ એક સામન્ય ક્ષત્રિયપુત્ર  ને પોતાના ક્ષાત્રત્વના ગુણોનો પાઠ ભણાવીને અખંડ ભારતાનો સમ્રાટ બનાવ્યો હતો. આપણામાં પણ ક્ષાત્રત્વના ગુણોનો અખુટિત ભંડાર હોવા છતાં પણ આપણે ક્ષાત્રત્વ રુપી આ ભંડારોને પ્રજા સમક્ષ લાવી શક્યા નથી. કારણ કે આજે આ વિશાળ ક્ષત્રિયા સમાજમાં એકતાનો અભાવ છે. કોઇ પોતાને સૌથી ઉંચા કહેવરાવે છે તો કોઇ અન્યને નીચા કહીને અપમાનીત કરતા રહ્યા છીયે. પરીણામ સ્વરુપ ક્ષત્રિયા શબ્દનું વિભાજન વધુને વધુ થતું રહ્યુ. રજપુતો, ઠાકોરો ને નીચા ગણે છે અને ઠાકોરો, કો\ળીઓને. અને એમાંય ખાસ કરીને ચૌવાળીયા કોળીઓની તો બિચારા જાતિવાદનો સૌથી વધારે ભોગ બન્યા છે. આ લોકોએ પોતાનું કોળીપણું સ્વિકારી લીધું છે. વર્ષો પહેલાં વિધર્મી મુસલમાન સુલતનના દબાણ કે બળજબરીના કારણે જે ઠાકોરો એ પોતાને કોળી જાતિ તરીકે સ્વિકારી લીધી એવો આ સમાજ પણ ફરીથી ઠાકોર જાતિમાં સમાવવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. એવી રીતે ભુતકાળમાં રાજપુતોમાથી મુસલમાન બની ગયેલા મોલેસલામ ગરાસીયાની ની સ્થિતિ પણ નહી ઘરના નહી ઘાટના એવી થવા પામી છે. મન મોટું રાખીને ચુવાળીયા કોળી અને મોલેસલામ રજપુતોને ક્ષત્રિયા સમાજના જે તે સમુહોએ આવકરીને પોત પોતાની જાતિઓમાં સમાવેશ કરવાનો સમય પાકી ગયો છે.
પરિસ્થિતિવશ મધ્યકાળ( મધ્યયુગ) માં ક્ષત્રિયોના કેટલાય વંશો એક યા બીજા કારણોસર રાજપૂતોથી અલગ થઈ ગયેલા જોવા મળે છે. ભીષણ આક્રમણો અને યુદ્ધમાં લિપ્ત રહેવાના કારણે  ક્ષત્રિયો ને દેશ, ધર્મ, સંસકૃતિ તથા પોતાના જીવનનું રક્ષણ કરવાનું કઠણ થઈ ગયું. એને પુર્વવત સ્થિતિમાં લાવવાની સમસ્યા ઉત્તપન્ન થઈ. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયુ હતું. દેશ,ધર્મ અને સંસ્કૃતિ ને યથાવત કરવાનું શક્ય ન હતું. તથા દેશ, ધર્મ, સંસ્કૃતિ, ક્ષત્રિય વંશાવલી અને ગોત્ર પરંપરા ખુબજ ભૂલ ભૂલામણીમાં પડી ગયાં. આવા સમયે જે રાજપૂતો વિભાજીતે થયા તેમા ઉત્તર ગુજરાતના ઠાકોરો, મધ્ય ગુજરાતના બારૈયા તેમજ પાટણવાડીયા અને ધારાળા, ખાંટ અને પગી હતા . આ ક્ષત્રિય જાતિઓ સંજોગોવસાત રાજપૂતોથી અલગ થયા હોવા છતાં પોતાની અસલ રાજપૂત અટકો તેમજ શાખો જાળવી રાખી છે. તેઓ પોતાને રાજપૂત તરીકે ઓળખવાને બદલે ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. કેટલાક હવે રજપૂત કે રાજપૂત તરીકે પણ પોતાને હવે ઓળખાવે છે. એ સમયમાં સમાજમાં આથી તેમના દરજ્જા શુદ્ધ ક્ષત્રિયોથી ઊતરતા ગણાવા લાગ્યા. આના કારણે અનેક ઊંચા નીચા દરજ્જામાં આ શૂરવીરોના વંશજો ઉપર મુજબના પેટા વર્ગોમાં વિભાજિત થતા રહ્યા તેમ છતાં તેમની લડાયક ખુમારી આજ દીન સુધી જળવાતી રહી. પરાધિનતા આ કોમોને ખપતી નથી.  જે તે વખતે તેનો પ્રતિકાર કારવા આ લડાયક તેમજ શૂરવીર પ્રજા બહારવટે પણ ચઢતી હતી.


        પહેલાં મોઘલો એ ક્ષત્રિયોની એકતાના અભાવનો લાભ લઈને અખંડ ભારતના કેટલાય રાજ્યોને હતા ન હતા કરી નાખ્યા. કેટલાય ક્ષત્રિયોને બળજબરીથી ધર્મ પરીવર્તન કરાવી ક્ષાત્રત્વની તાકત ને તોડી નાખી. ઇતિહાસોના પાનાં બદલાવી નાખ્યાં. એજ પરિસ્થિતિ અંગ્રેજો સુધી ચાલુ રહી. અને છેલ્લે આવેલી લોકશાહી સરકારોયે પણ ક્ષત્રિયોને વિભાજિત કરવાની પ્રવૃત્તીઓ ચાલુ જ રાખી. કોઇને બક્ષીપંચમાં સમાવેશ કરીને કે સામાજિક અને શૈક્ષણિક તેમજ આર્થિક પછાત ગણીને અને કોઇને જનરલ કેટેગરીમાં ગણીને ક્ષત્રિયોનું વિભાજન કરી નાખ્યું. કેટલાક સામ્યવાદી વિચારો ધરવતા સમાજશાસ્ત્રીઓએ અને ઇતિહાસકારોએ રાજપૂતોને વિદેશના કે બહારના વતની ગણીને ક્ષત્રિયોને તોડવાના પ્રયત્નો ચાલું રાખ્યા. દલીલો કરીકે પુરાણો કે અન્ય પ્રાચિન ગ્રંથોમાં કોઇ જગ્યાયે રાજપૂત તરીકે ઉલ્લેખ થયો નથી. હા એ પણ જાણી લેવું જરુરી છે કે પુરાણો અને પ્રાચિન લેખોમાં માત્ર ને માત્ર ક્ષત્રિય શબ્દનો જ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પરંતું રાજપૂત શબ્દનો ઉપયોગ છેક નવમી સદીમાં અસ્તિત્વમાં આવ્યો એ પણ સત્ય હકીકત છે. એ શબ્દ પણ ક્ષત્રિયોના વિભાજનના પરીણામ સ્વરુપ છે. ક્ષત્રિયા રાજવંશ ઇતિહાસ ના લેખક શ્રી રઘુવિરસિંહ શેખાવતા લિખિત પુસ્તકનો આધાર લઈયે તો નવમી સદીમાં રાજઘરાના કે રાજકુળોએ સાથે મળીને ૩૬ કુળનો જે ગોળ બનાવ્યો, એ ૩૬ કુળના રાજ્વીઓના પુત્રો કે જે રાજપૂત્રો કહેવાતા એ રાજપૂત્રોનું અપભ્રંશ રાજપૂત્ર થયું અને લોક ભાષમાં રાજપુત થયું. અને સૌરાષ્ટ્રની રસધારાના મહાન લેખક સ્વ.મેઘાણીના કહેવા મુજબ રજપુત થયુ. નવમી સદીના ક્ષત્રિયોના આ વિભાજન ને પરીણામે, ક્ષત્રિઓમાં જે એકતા હતી એ એકતામાં ઓટ આવી. અને આ એકતા તોડનારા પણ વિદેશીઓ જ હતા. ક્ષત્રિયોમાંથી રાજપૂત અલગ શબ્દનું સર્જન કરનારા વિદેશી આક્રમણકારીઓ જ હતા. અને આ પ્રવૃત્તીને એ પછીના તમામ રાજા મહારાજો અને સામંતો એ પણ ચાલું રાખી. પરંતું એમાં મહારાણા પ્રતાપજી અને છત્રપતી શિવાજી મહારાજ જેવા ક્ષત્રિયા-રાજપૂત રાજવીઓ એમાંથી બાકાત રહ્યા હતા. અને એજ કારણે આ બન્ને રાજવીઓ વર્ષો પછી પણ ક્ષત્રિયા-રાજપૂત્-લડાયક કોમોના હ્રદયમાં આજે પણ આદર્શ પુરુષો મુર્તિમાન સ્વરુપ જીવંત છે. મહાન છત્રપતિ શિવાજી મહારાજને પણ એ સમયના બ્રાહમણો ક્ષત્રિયા- રાજપૂત માનવા તૈયાર ન હતા. એ જ રીતે મહારાણા પ્રતાપજી એ પોતાના રાજ્ય ચિહ્નમાં રાજસ્થાનના ભીલોને સ્થાન આપી ને રાજસ્થાનના ઇતિહાસમાં એ ભીલોને કાયમ માટે પોતાના હ્રિદયમાં સ્થાન આપ્યુ.
        જુનાગઢના રા વંશને જીવીત રાખનાર એક સમાન્ય માથે મેલુ ઉપાડનાર રાજપ્રેમી સ્ત્રી (હરીજન-ભંગી) અને આહીર-ચારણો હતા. સોમનાથ ભગવાનનના મંદીરને બચાવનાર હમીરસિંહ ગોહીલના સાથીદારોમાં વેગડ ભીલ જેવા ભીલ રાજાઓ પણ હતા. જેમાં ગોહીલ વંશનું નામ સદાય ઇતિહાસમાં અમર રાખનાર વીર હમીરજી ગોહીલની સાથે સાથે કેટાલય ભીલો અને રજ્પુતોએ પણ આહુતિ આપી છે. પુરાવા રૂપે આજે પણ ભગવાન સોમનાથના પ્રાંગણમાં હમીરજી ગોહીલની ગોદમાં વેગડ ભીલનું પણ નાનું એવુ પુતળું છે. પરંતુ સત્ય એ પણ છે કે, વેગડ ભીલની કુંવરીથી હમીરજી ગોહીલના જે વંશજો આજે પણ હયાત છે, એમને આજે પણ હડધુંત કરવામાં આવેલા છે.
        ઇતિહાસકારોએ તો મહાન સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્ય અને એમના પૌત્ર અશોકને પણ રાજપૂત નથી ગણ્યા. આવી ભુલો આજે પણ થતી રહી છે. સામંતશાહીના હજારો વર્ષો સુધી જેમના પુર્વજોએ સતત સંગ્રામો ખેલ્યા છે, સંગ્રામોમાં જન્મ્યા છે, સંગ્રામોમાં જ જીવ્યા છે અને સંગ્રામોમાં જ વીરગતી પામ્યા છે, એવા મુળ ક્ષત્રિયોના વંશજો આજે કોઇક રાજપૂતો તો કોઇક ગરાસિયા રાજપૂતો તો કોઇક કારડીયા રાજપૂતો તો કોઇક મોલેસલામ દરબારો તો કોઇક પાલવી ઠાકોરો-પાલવી દરબારો-પાલવી રાજપૂતો તો કોઇક ઠાકોર, કોળી ઠાકોરો તરીકે અલગ અલગ ફાંટાઓમાં વિભાજીત થઈ ગયા છે.
-: છત્રીસ રાજપૂત કૂલોમાંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : -
૧. અટલીયા ૨. અટોદરીયા ૩. અડાજણીયા ૪. અડીયલ ૫. આંબળા ૬. આંબળાવત ૭. ઉમટ ૮. કઠવાડીયા ૯. કારેલિયા ૧૦. કોસાડા ૧૧. કોસમિયા ૧૨. કોઠિયા ૧૩. કુંપાવત ૧૪. ખંગારોડી ૧૫. ખાચર ૧૬. ખેર ૧૭. ખેંગાર ૧૮. ગોથાણા ૧૯. ગોવિન્દાણી ૨૦. ગોહીલ ૨૧. ધરીયા ૨૨. છાસટીયા ૨૩. ચંપાવત ૨૪. ચન્દાવત ૨૫. ચાવડા ૨૬. ચૌહાણ ૨૭. ચુડાસમા ૨૮. જાદવ ૨૯. જાગીરદાર ૩૦. જાડેજા ૩૧. જેઠવા ૩૨. જેતાવત ૩૩. જોદ્ધા ૩૪. ઝાલા ૩૫. ઠાકોર ૩૬. ટાંક ૩૭. ડાભી ૩૮. ડોડીયા ૩૯. ડભોલિયા ૪૦. તરસાડીયા ૪૧. તવર ૪૨. તુંવર ૪૩. તુંવાર ૪૪. દરબાર ૪૫. પઢિયાર ૪૬. પઢેરિયા ૪૭. પુવર ૪૮. પરમાર ૪૯. પ્રાંકડા ૫૦. પિલુદરીયા ૫૧. બાકરોલા ૫૨. બોડાણા ૫૩. બિહોલા ૫૪. બારિયા ૫૫. બારડ ૫૬. ભાટી ૫૭. ભાટારા ૫૮. મંડોરા ૫૯. મકવાણા ૬૦. મસાણી ૬૧. મહીડા ૬૨. મહારાઉલ ૬૩. મહારાણા ૬૪. મહેચા ૬૫. માંગરોલા ૬૬. માટીએડા ૬૭. મિરોલિયા ૬૮. માતોજા ૬૯. મોરી ૭૦. મોટેડા ૭૧. રણા ૭૨. રાણા ૭૩. રાજ ૭૪. રાઠોડ ૭૫. રાઓલ ૭૬. રહેવર ૭૭. રાઉલજી ૭૮. રાયજાદા ૭૯. રાજપૂત ૮૦. લીમ્બોલા ૮૧. વણાર ૮૨. વશી ૮૩. વંશીયા ૮૪. વાંસદીયા ૮૫. વિરપુરા ૮૬. વાઘેલા ૮૭. વડોદરીયા ૮૮. વરણામિયા ૮૯. વણોલ ૯૦. વાળા ૯૧. વિહોલ ૯૨. સાણસિયા ૯૩. સોલંકી ૯૪. સિન્ધા ૯૫. સુરતિયા ૯૬. સિસોદીયા ૯૭. સગર ૯૮. સરવૈયા ૯૯. સોઢા ૧૦૦. સૂર્યવંશી ૧૦૧. શકતાવત ૧૦૨. શેખાવત ૧૦૩. હાડા ૧૦૪. ક્ષત્રિયા.
        ઉપર જણાવેલ કૂળોમાંથી કેટલાક અસલ રાજપૂત શાખાઓ લખાવે છે જ્યારે કેટલાક કૂળો પોતાના પૂર્વજોના કાર્યો તેમજ કામો અને ગામો તથા તેઓને વારસામાં મળેલ પદવીઓ કે ઉપાધીઓના નામોથી પોતાના શાખો કે અટકો ધરાવે છે અને એ રીતે પોતાને ઓળખાવે છે. 
        ક્ષત્રિય ઠાકોર અને તેમનો ઇતિહાસ
      આપણે આગળ જોઇ ગયા તેમ સામંતવાદના હજારો વર્ષો સુધી જેના પૂર્વજોએ સતત સંગ્રામ જ નિહાળ્યા છે, સતત સંગ્રામ જ ખેડ્યા છે, જેઓ સતત સંગ્રામ દરમ્યાન જન્મ્યા છે અને જીવ્યા છે અને સંગ્રામ દરમ્યાન જ વિરગતિ પામ્યા છે તેવી ગુજરાતની આ અતિ લડાયક અને શૂરવીર પ્રજાના વંશજો આજે તો ક્યાંક ઠાકોર તો ક્યાંક ધારાળા તો ક્યાક બારીયા કે બારૈયા તો ક્યાંક ઠાકરડા તો ક્યાંક પાટણવાડીયા તો ક્યાંક કોળી, કોળી દરબાર, ભીલવા દરબાર, ચુવાળીયા, તળપદા, રાજપૂત દરબાર, મોલેસલામ દરબાર કે રાજપૂત, જાગીરદાર કે ગરાસિયા કે કાંતો પાલવી ઠાકોર કે પાલવી દરબાર એવાં એવાં જૂદા જૂદા પંથકોમાં વસતા તેમના સમૂહો ઓળખાય છે. વાસ્તવમાં પૂર્વે રાજાઓ અને દેશી રજવાડાઓના રક્ષણ માટે પોતાના લોહી રેડીને બલિદાનો આ પ્રજાના પૂર્વજોએ આપેલા છે. આ પરિસ્થિતિ દરમ્યાન શત્રુના સૈન્યથી પરાજિત થયેલા રાજવીઓને ક્યારેક જંગલો અને ડુંગરોમાં આશ્રય લેવો પડતો હતો. અને લગ્ન વ્યવહારોથી માડીને  અન્ય કરતા હતા. પણ સમાજમાં આને કારણે તેમનો દરજ્જા શુદ્ધ ક્ષત્રિયો કરતા ઊતરવા લાગ્યા. જેથી  ઉપર જણાવ્યા મુજબના ઉંચ નીચના દરજ્જામાં આ શૂરવીર અને લડાયક વંશજો પેટા વર્ગોમાં વિભાજીત થઈ ગયા. આગળ જોઇ ગયા તેમ રાજપૂતોની છત્રીસ કૂળોની જાતિઓ આજે લગભગ ૧૦૫ કે તેથી વધારે કૂલોમાં વિભાજીત થવા પામી છે. આ અલગ થયેલી છત્રીસ કૂલોમાં ઠાકોર કૂળ પણ રાજપૂત જાતિમાંથી પૂર્વકાળમાં અલગ થયેલી જાતિ છે. ઠાકોર એ કોઇ જાતિ કે કોમની અટક નથી પણ ક્ષત્રિય સમાજનો એક વિશાળ સમૂહ છે. જેની અલગ અલગ રાજપૂત શાખાઓ પણ છે. આમાં પરમાર, સોલંકી, ડાભી, ચૌહાણ, રાઠોડ, વાઘેલા, જાદવ, ઝાલા, મકવાણા, પઢિયાર, ચાવડા, ગોહેલ, ભાટી વિગેરે શાખોથી પણ ઓળખાય છે. કેટલાક હવે ફકત ઠાકોર તરીકે ઓઅળખાય છે. તેમની અટકા શાખ એકજ ઠાકોર લખાય છે અથવા લખવામાં આવે છે. કેટલાક પોતાના પૂર્વજોના નામે તો કેટલાક પોતાના ગામોના નામોથી કે કેટલાક પોતાના પૂર્વજોના કાર્યોના નામે ઓળખાય છે. જેમાં ઉત્તર ગુજરાતમાં કેટલાક ડાભી ભટેસરીયા તરીકે, કેટલાક પરમારો વડનગરા તરીકે, કેટલાક પરમારો રભાતર પરમાર, કેટલાક મેવાસી તો કેટલાક સામંતો તરીકે ઓલખાય છે. મધ્ય ગુજરાતમાં કેટલાક સોઢા પરમાર કે પગી તેમજ ધારાળા તરીકે ઓળખાય છે. કેટ્લાક પાટણવાડીયા તરીકે પણ પોતાને ઓલખાવે છે. કેટ્લાક ચુવાળીયા તો કેટ્લાક ખાંટ તરીકે પણ જાણીતા છે.
ઠાકોર, ઠાકરડા, પાટણવાડીયા, ધારાળા, બારૈયા ચુવાળીયા વગેરેનો પ્રશ્ન કાંઇક રીતે જુદો પડે છે. આ કોમોના પૂર્વજોના હારવાથી, ભાગવાથી, યા ભાગલા પાડવાના કારણે આ લડાયક અને શૂરવીર ક્ષત્રિયોના આ વંશો વિકેન્દ્રિત થઈ ચારેકોર પ્રસરતા રહ્યા. કેટલાય તેમના કૂળના રાજાઓના રાજ્યો પૂર્વકાળમાં વિકેન્દ્રિત થતાં ગયાં. તેમના વંશજો તે મૂજબ વિકેન્દ્રિત થતાં ગયાં અને મોભો પણ ઊતરતો ચાલ્યો પણ અટકો તો યથાવત રહી અને મોટા કૂળો પ્રસંગોપાતા પોતે આવા કૂળોની કન્યા લેતા પણ હતા.
        ઈ.સ.ની ૮મી સદીથી ૧૨મી સદી સુધી સર્વત્ર રજપૂત કૂળો છવાઈ ગયાં હતાં. તેમાં ગુજરાત અને રાજસ્થાનમાં તો રજપૂત કૂળો-ભીલો અને આદીવાસીઓ તેમજ કોળીઓ વચ્ચેની ભેદરેખા ભૂસાઈ ગઈ હતી. ઈસ્લામિક આક્રમણો અને મુસલમાન સલ્તનો સાથેના યુદ્ધોમાં પરાજિત રજપૂત રાજાઓને કોળી અને ભીલોના વિસ્તારોમાં વખતો વખત આશ્રયો લેવા પડતો હતો. અને તેમાં ભળી જવું પડતું અને તેમની મદદથી ફરી રાજસત્તા હાંસલ કરવા અથવા તો નવું રાજ્ય સ્થાપવા પ્રયત્નો થતાં પંચમહાલ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં ભીલો અને રજપૂતો વચ્ચે ભેદરેખા ન રહી.  સાથે સાથે અમદાવાદ, વિરમગામ, મહેસાણા, ખેડામાં કોળીઓ-ભીલો અને રજપૂત કૂળો વચ્ચેની ભેદરેખા પાતળી બની ગઈ. શુદ્ધ ક્ષત્રિય કૂળનાં ગણ્યાં ગાંઠ્યાં રાજ્યાં રહ્યાં. તેમનો મોભો ઊંચો રહ્યો અને તે પછીના બીજા નંબરના રાજવી કૂળો અને રજપૂત કૂળો  કે જે મહદ અંશે જે સ્થળે વસતી ભીલ,કોળી વગેરે પ્રજા સાથે ભળ્યા અને જૂદા જૂદા મોભા પ્રમાણે વિભાજીત થતા રહયાં. આમ તે સૌએ પોતાની રાજપૂત શાખ ટકાવી રાખી. આ વર્ગોમાં ઠાકોર, ઠાકરડા, કોળી, ખાંટ, ચુવાળીયા કોળી, પાટણવાડીયા, બારૈયા, ધારાળા, બારિયા, પગી વિગેરે છે. ક્ષત્રિયો મધ્યકાલિન યુગમાં રાજપૂત્ર તરીકે ઓળખાવા લાગ્યા. તેમાંથી રાજપૂત અને રાજપૂતમાંથી રજપૂત અપભ્રંશ શબ્દ રહ્યો. જોધપૂર અને તેની આસપાસનો વિસ્તાર રજપૂતોથી ઊભરાવા લાગ્યો. તે સમગ્ર વિસ્તાર રપૂતાના યા રાજસ્થાન તરીકે ઓળખાવા લાગ્યો. આ સિવાય મેવાડ, માળવા, તથા ઉત્તર ભારત, બિહાર, હિમાચલ, પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત વગેરે નાનાં મોટાં રાજ્યો જે મૂળે રાજપૂતોના હતાં, તે જ્યારે જ્યારે નબળાં પડતાં ત્યારે ઈતર કોમના સૈનિક તૂલ્ય પ્રજા અથવા તેના મૂખી, સરદારો, વિગેરે પણ રાજા થતાં ગયા. તેમાં ભીલ, ભીલાલા, રાજપૂત, ગરાસિયા, આહિર, ભરવાડ વિગેરે ભળતા ગયા અને તે સૌ પોતાને રજપૂત તરીકે ઓળખાવા લાગ્યા. નાનાં રજવાડાં ઠાકોર, ઠાકુર, દરબાર, પાલવી ઠાકોર, પાલવી દરબાર, ગરાસિયા તરીકે ઓળખાવા લાગ્યાં. મોટા રજપૂત રાજવીઓ તો અનેક રાણીઓ રાખતા,અને તેમને ગમે તે કૂળની કન્યા લેવાની છુટ હતી. આથી નિર્માણ થતી પ્રજા ક્યાંક રજપૂત તરીકે તો ક્યાંક રજપૂતની પેટા કોમ તરીકે નિર્માણ થતી ગઈ. આમ સમગ્ર રજપૂત વંશમાં પિતૃપક્ષે ક્ષત્રિયો વિશેષ રહ્યા જ્યારે માતૃપક્ષે અનેકવિધ કોમો સાથે ક્યાંક ક્યાંક સંકળાયેલા રહેતા. રાજપૂત શાખા કયા વંશમાં કાળવવામાં આવેલી છે તેની વિગત આપણે શરુઆતમાં જોઈ ગયા છીયે. આમ ઉત્તર ગુજરાત બાજુ ક્યાંક કોળી રજપૂત તો ક્યાંક ઝાલા મકવાણા, તો ક્યાંક પાલવી ઠાકોરો તો ક્યાકં પાલવી દરબારો યા ગરાસીયા દરબારો તો ક્યાંક ઠાકોર, ઠાકરડા, તો મધ્ય ગુજરાતમાં કોઇક ધારાળા, પાટણાવાડીયા, બારૈયા કે બારીયા  વિગેરે નામે રજપૂત જૂથો પોતાના સ્થાનિક વિસ્તારમાં જુદા જુદા દરજ્જા મુજબ અલગ ઓળખાતા થયાં. બાકી જાડેજા, રાણા દરબારો, ગોહેલો, પરમાર, વાઘેલા, સોલંકી વિગેરેના કેટલાક રજપૂત કૂળો કે જેમને બીજા દરજ્જા યા કક્ષાના કૂળની કન્યાઓ ન લીધી તે પોતાને શુધ્ધ રાજપૂત કૂળના દર્શાવતા રહ્યા અને કેટલાકે એકાદવાર બીજા દરજ્જાના ગણાતા રાજપૂત કૂળની કન્યા લીધા પછી પૂન: પોતાનો પ્રથમ વર્ગના રાજપૂતનો દરજ્જો જાળવી રાખવા યથાવત રીતે પોતાના સમકક્ષ રાજવી કૂળની જ કન્યા લેવાની પ્રથા અપનાવતા. તેમણે પ્રથમ દરજ્જાના રાજપૂત ક્ષત્રિય કૂઑઅનો દરજ્જો જાળવી રાખ્યો. જે રાજ કરે તે રાજા અને તેના વંશજો, ભાયતો, સરદારો અને વંશ પરંપરાગત સૈનિક પ્રજા તે રાજપૂત પ્રજાયા રાજપૂત ક્ષત્રિયો ગણાતા આવ્યા છે. તેમનો વ્યવસાય જ પરંપરાગત સૈનિકનો હતો. પ્રજાની રક્ષા કરવાનો પોતાનો મુખ્ય વ્યવસાય હોવા છતાં શાંતિકાળમાં  ખેતી, પાયદળ અને ઘોડેસ્વાર તરીકેની પણ ફરજો અદા કરતા હતા. જરુર પડે યુદ્ધ ખેલવું અને રક્ષા કાજે કાં ખપી જવું યા વિજયી થવું. આ છે. રાજપૂત કૂળોની આદી અનાદી કાળથી ચાલી આવતી પરંપરા. આ પરંપરા જાળવી રાખનાર રજપૂત પ્રજા સતત રાજ્યો, કૂળો અને પ્રાદેશિકતા મૂજબ વખતો વખત વિભાજિત થતી આવેલી છે. અને તે જૂદા જૂદા દરજ્જા પ્રમાણે જૂદા જૂદા નામે ઓળખાય છે તેમજ જૂદા જૂદા હક્કો ભોગવતી આવી છે. આમ મૂળે આ વંશો ક્ષત્રિયોના જ છે.
બ્રીટીશ સૈન્યો, મરાઠા સૈન્યો અને મુસ્લિમ સુબાઓ વચ્ચેનાં પ્રાદેશિક યુદ્ધોમાં અવાર નવાર માલિકીના વિસ્તારો માટે સરહદોની નોંધણી કરવામાં આવતી. અને આ નોંધણી ગુજરાતની નદીઓના કાંઠા વિસ્તારો મુજબ કરવામાં આવી. આવા વિસ્તારોને સાબરકાંઠા વિસ્તાર, બનાસકાંઠા વિસ્તાર, મહીકાંઠા વિસ્તાર, રેવાકાંઠા વિસ્તાર, તાપીકાંઠાનો વિસ્તાર, જ્યારી સૌરાષ્ટ વિસ્તાર મહદ અંશે રાજપૂત કૂળોની અટકો ઉપર ઓળખવામાં આવતો. જેમાં ઝાલાવાડ, ગોહીલવાડ, રાણા વિસ્તાર વિગેરે નામોથી ઓળખાતો. આ બધાનો ઉલ્લેખ જે તે એજન્સીઓમાં તથા રજવાડાના ઇતિહાસોમાં અને સર્વસંગ્રહોમાં લખાતો રહ્યો. આમ એકજ મુળના એવા આ છે ગુજરાતના ઠાકોરો, કોળી, રાજપૂતો, કોળી ઠાકોરો, ભીલવા ઠાકોરો, પાલવી-ઠાકોર-પાલવી દરબારો, રાજપૂતો, રાજપૂત ગરાસિયા, રાજપૂત દરબારો, પાટણવાડીયા, બારૈયા, બારિયા, ઠાકરડા અને ધારાળા. આમ તો અ બધી કોમો રજપૂત કોમો છે પરંતુ પોતાના મોભા અને માન મરતબાને કારણે એક બીજાને અલગ અલગ માને છે. રજપૂતો પોતાને અન્યો કરતાં સૌથી ઉંચા માને છે.
મુલકગીરી, વિઘોટી, ફરતી વિઘોટી, ગિરાસ કે ગરાસ, ગિરાસદારો, તાલુકદારી પ્રથા, જામા પદ્ધતિ, થાનેદાર પધ્ધતિ, ઈજારદારો, બારખળી પદ્ધતિ, ઈનામદાર, કામદાર, જીવાઈ, કામદાર, વાંટા, પઠ્ઠા, મલિકી, કસબાતી, ભોગવટો, સલામી, નજરાણાં, સનંદો, નરવાદારી, ભાગીદારી, વિગેરે પધ્ધતિઓને કારણે તેમજ આ બધી વેરા વસુલાતોને કારણે શોષણો થવાથી આ પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી. આમ ઉપર જણાવ્યા મુજબની આ લડાયક અને સ્વામનપ્રિય કોમોમાં ઉપર જણાવ્યા મુજબની વિવિધ વેરા પધ્ધતિઓના ગંભીરે પ્રત્યાઘાતો પડ્યા.તેનો પ્રતિકાર કરતાં કરતાં આ પ્રજા બળવા અને લૂંટફાટ તેમજ ધાડ તરફ વળી. સમગ્ર પ્રજા ગરીબ, બેકાર, ચોરી, કૂંટફાટ, દારુની બદીઓમાં સપડાટી ગઈ. આ છે પરંપરા આ લડાયક અને સ્વમાની કોમની દુર્દશા. આમ છતાં લડાયક અને ખમીર આ પ્રજામાંથી ગયું નથી. ક્યાંક અન્યાય થતો હશે યા સ્વમાન ભંગ થતો હશે તો વગર વિચારે ધારિયું લઈને ધસી જતાં આ પ્રજાને વાર લાગતી નથી. આમ એ બાબત તો સાબિત થય છે કે, પરદેશી આક્રમણકારીઓ, મોગલ, મુસ્લિમ સલ્તનતકાળ, મરાઠા સલ્તનત, બ્રીટીશ સલ્તનતની શોષણકારી અને દમનકારી નીતિઓને લીધે આ સમગ્ર સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામેલ છે.
ઠાકોર-દરબારો, પાલવી દરબારો, પાલવી- ઠાકોરો, કોળી ઠાકોરો  વિગેરે એ તમામ મૂળે રજપૂત દરબારોના જુદા જુદા દરજ્જા કે મોભા દર્શાવતા ફાંટા છે. આ બધામાંય પ્રસંગોપાત એકબીજામાં લગ્ન વ્યવહારો જોવા મળતા આવેલા છે. હાલમાં પણ આવા વ્યવહારો જોવા મળે છે. હવે જ્યારે આર્થિક અને શૈક્ષણિક રીતે આ ક્ષત્રિયો થોડે ઘણે અંશે સદ્ધર થયા હોવાથી પોતાના દરજ્જા કે મોભાને બાબત ગૌણ બનવા લાગી છે. ઠાકોર અને ઠાકરડા તરીકે ઓળખાતા આ વર્ગો પણ મૂળે તો રાજપૂત વર્ગના ફાંટા છે. ઠાકરડા ઠાકોર  શબ્દનો અપભ્રંશ શબ્દ છે “ ઠાકોર” એ મૂળ હિન્દી શબ્દ “ठाकुर” ઉપરથી ઉતરી આવ્યો છે.  તેમજ જે ગામનો ગામધણી ન હોય તે ગામના ઠાકોર દરબારો તળપદી ભાષા કે લોકભાષામાં ‘ ઠાકરડા ’ તરીકે ઓળખાતા હતા. ગામધણીઓ અને તે સિવાયના ઠાકોરવર્ગ વચ્ચે આ રીતે પાતળી ભેદરેખા વર્તાતી હતી. પોતાનો દરજ્જો ઉંચો જળવાઈ રહે તે માટે તેઓ પણ દરબારો સિવાયના ઠાકોરોને ઠાકરડા તરીકે ઓળખાવતા હતા. જેમ બામણ અને બ્રાહમણ વચ્ચે તેમજ વણિક અને વાણિયામાં કોઇ તફાવત નથી તેમ ઠાકોર અને ઠાકરડા વચ્ચે ભાષા સંબોધનનો ભેદ છે. ઠાકોર શબ્દ એ ક્ષત્રિયો માટે આદરભાવની પદવી છે.
આ હવે આ ક્ષત્રિય મહાજાતિની કેટલીક જાતિઓ પોતાની શાખ અને જાતિ એમ બન્નેમાં ઠાકોર અટક લખાવવા લાગ્યા છે. કેટલાક ઠાકોર હજુ પણ પોતાની રજપૂત શાખ પણ લખાવે છે. કેટલાક બ્રાહ્મણો પણ ઠાકોર અટક લખાવે છે. આ ઉપરાંત ભીલ નાયકો પણ ઠાકોર શબ્દ લખાવે છે. મધ્ય ગુજરાતના બૃહદ ખેડા જીલ્લાના ભાલેજ વિસ્તારના કેટલાક મુસલમાનો પણ ઠાકોર અટક લખાવે છે. પણ તેઓ હિન્દુ ધર્મમાં માનતા નથી. તેમનો ઇતિહાસ પણ મોલેસલામ ગરાસિયા જેવો છે. બ્રીટીશ સલ્તનત વખતે કેટલાક જુદા જુદા દેશી રજવાડાઓને અંગ્રેજોએ રાજ્યોના દરજ્જા પ્રમાણે સલામી આપવા માટે ઠાકોર સાહેબ કે ઠાકોરશ્રી એવા નામો આપેલા હતા. હવે સૌ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. રજપૂત કે ક્ષત્રિય ઠાકોરો મોટેભાગે ગુજરાતના તમામ વિસ્તારોમાં જુથ પ્રમાણે વસવાટ કરે છે. ઉત્તર ગુજરાત બાજુ વસતા આ ક્ષત્રિયો પોતાને મોટેભાગે ઠાકોર તરીકે જ હવે ઓળખાવે છે. તેમનામાં મોટા ભાગના પરમાર, સોલંકી, ઝાલા, મકવાણા, ચૌહાણ, વાઘેલા, ડાભી, વિગેરે રજપૂત અટકો કે શાખો ધરાવતા જોવા મળે છે. જ્યારે મધ્ય ગુજરાતના આ ક્ષત્રિયો ઝાલા, પરમાર, ડાભી, સોલંકી, ગોહેલ, ચાવડા, વાઘેલા, જાદવ, ખાંટ, પગી  જેવી શાખ લખાવે છે. સ્થાનિક બોલીમાં કેટલાકને દરબાર, બારૈયા કે બારીયા, ઠાકોર કે પાટણવાડીયા તરીકે બોલાવાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ મૂળે તો રજપૂત ક્ષત્રિય છે. આ બાબતે વિગત વાર આપણે આગળ જોઇશું. સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક જીલ્લાના કોળીઓ પણ હવે ઠાકોર અટક લખતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ ક્ષત્રિયો પોતાના બાપદાદાના કે ગામના નામ ઉપરથી પણ અટકો લખાવે છે. દા.ત. રભાતર, વિકાણી  જે જેઓ મૂળ બનાસકાંઠાના ખીમાણાના પરમારો છે. જ્યારે ભટેશરીયા(ડાભી), ઝુજરવાડીયા, વિગેરે. રાજપૂતોમાં પણ કેટલાક ગામ કે બાપ અટક લખાવે છે. વડોદીયા,વગાસીયા, વાસદીયા વિગેરે.  બનાસકાંઠાના ધાનેરા બાજુના કેટલાક પૂર્વે કોળી હતા જે હવે પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે.  મહેસાણા જીલ્લાના વડનગર પંથકના મોટાભાગના દરબારો મૂળ ઠાકોર છે. પરંતુ પોતાને અસલી દરબાર તરીકે કહેવડાવે છે. કેટલાકને હવે ઠાકોર કહેવડાવવામાં ક્ષોભ અનુભવે છે. ઈ.સ. ૧૮૫૭ ના વિપ્લવ ના બળવા સમયે આ દરબારોને અંગ્રેજો અને ગાયક્વાડ સરકારે ઇતિહાસમાં કોળી ઠાકોર કે કોળી દરબાર તરીકે વર્ણવ્યા છે. પરંતુ ખરી હકીકત તો એ છે કે આ તમામ દરબારો કે ઠાકોરો પૂર્વકાળમાં રજપૂત હતા. પરંતુ કેટલીક નીતિ રીતિઓ, સગે ઉતરવાથી  અને પોતાના ભાયાતોના દ્વેશ અને વર્ગ વિગ્રહને કારણે તથા અંગ્રેજો અને ગાયકવાડ સલ્તનતની દમનકારી નીતિઓ, વિસ્તાર વ્યવસ્થાપન અને વિસ્તાર વહેચણી ને કારણે કેટલાકને પદ્દ્ચ્યુત કરવામાં આવેલા છે. વડનગર અને વિજાપુર વિસ્તારના ચૌહાણો કે જે વડનગર આસપાસ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના અન્ય ભાયાતો કે જે વિજાપુર વિસ્તારમાં વસવાટ કરે છે જે પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે. સત્ય એ છે કે આ બન્ને વિસ્તારના ચૌહાણો રાજપૂતો જ છે, એ જ રીતે પરમાર, ડાભી, સોલંકી, ઝાલા-મકવાણા, વાઘેલા રાઠોડ વિગેર મૂળ તો ક્ષત્રિય રજપૂત કુળના છે.  પરંતુ ભાગવાથી કે ભગાડવાથી કે પદ્દ્ચ્યુત થવાથી આવી ભેદ રેખા ઉપસ્થિત થવા લાગી હોય તેમ જણાય છે. બનસાકાંઠા કેટલાક પરમારો પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના ભાઈઓ કે જે આશરે ૨૦૦ વર્ષ પહેલાં સળાંતરીત થઈ અન્ય જગ્યાએ વસવાટ કર્યો તેઓ હાલમાં ઠાકોર તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બધા પરમારો ૨૦૦ વર્ષ પહેલાં એક જ  કુંટુબી ભાયાતો છે. એ જ રીતે વિસનગર અને મહેસાણા વિસ્તારના કેટલાક ઝાલા –મકવાણા કે જેમના પૂર્વજો વર્ષો પહેલાં પાટડીથી સ્ળાંતરીત થઈને આવીને વસેલા છે. તેઓ અને હાલમાં પાટડી વિસ્તારના ઝાલાઓના પૂર્વજો એક જ છે. પરંતુ  આ તમામ એક બીજાને અલગ અલગ માને છે. કેટલાક ઇતિહાસકારો(શંકુચિત મનોદશવાળા અને દ્વેશભાવવાળા) ઈતિહાસકારોએ નાં લખાણો સત્ય આધારિત નાં હોવાથી રજપૂત કુળોમાં ઘણી ગૂંચવણો સર્જવા પામી છે.  તેઓને ઝાલાવાડના રાજપૂતો સાથે ભાયાતોનો સબંધ હોવા છતાં ઇતિહાસકારો મહીકાંઠા ના દેશી રાજ્યોના રાજપોતોને અસલી રાજપૂત માનતા નથી. વાસ્તવમાં કટોસણ ને તેની આસપાસના તમામ મકવાણા-ઝાલા ઝાલાવાડના રાજપૂતો સાથે સીધો સબન્ધ ધરાવે છે. એવા ઐતિહાસિક પૂરાવા છે. પણ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કારણે તેમજ ગુલામી માનસ ધરાવતા ઇતિહાસકારો એ પોતાની કલમને સાચી બતાવવા પ્રયાસ કર્યો હોય તેમ જણાઈ આવે છે. ઈડર તાલુકાના ચાંડપ વિસ્તારના ચૌહાણો મૂળે રજપૂત છે પરંતુ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો અને ગાયકવાડ સરકાર સામે તેમજ ઈડરના રાજા સામે મંડેઠીના ઠાકોર સૂરજમલ સાથે મળીને બંડ પોકારેલ. આના કારણે ચાંડપના આ ક્ષત્રિય ચૌહાણોને કોળી તરીકે ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચાંડપના નાથાજી અને તેમના તેમના ૨૦૦૦ સાથીઓએ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો, ગાયકવાડ અને ઈડરની સરકારનો સામનો કરેલો. આ વિશે આપણે વિગતવાર હવે પછી જોઇશુ. આજ રીતે ચરોતરના નિવાસી કે જેમણે સૌથી પહેલાં શહીદી વહોરી હતી એવા શહીદવીર શ્રી જીવાજી ઠાકોર કે જેમણે ૧૮૫૭ નાં મહાસંગ્રામમાં અંગ્રેજો સામે પ્રતિકાર કરવા પોતાની ૨૦૦૦ ક્ષત્રિય સૈનિકોની વિશાલ ફોજ બનાવી હતી. આ ફોજ સાથે એક સમયે આખા મહિકાંઠા વિસ્તારમાં જબરી ધાક જમાવી હતી. અંગ્રેજ અમલદારો જીવાજી ઠાકોરની હાકથી ધ્રુજી ઉઠતા. આ ફોજના નેર્તુત્વ લઈને જીવાજી સોલંકીએ અંગ્રેજોને હંફાવ્યા હતા. પરંતુ કમનસીબી એ થઇ કે જીવાજી અને એમના અંગ્રેજોની સાથેની અથડામણમાં ઝડપાઈ ગયા અને અને એમને તોપના નાળચે બાંધીને બહુ જ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા હતા. આ જ રીતે પોતાના ૨૦૦૦ સૈનિકો ને પણ ઘણી જ ખરાબ રીતે વડલાની વડવાઈઓ સાથે બાંધીને ફાસીએ ચડાવી દીધા હતા. 

-:  વસતી અને વસવાટ :- 
 સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના ઉત્તર ગુજરાત અને તળ ગુજરાતના આ ક્ષત્રિયોની વસતી લગભગ ૪૫% જેટલી છે. આમાં ઉત્તર ગુજરાતના પાલવી ઠાકોર, પાલવી દરબારો, ઠાકોરો, મધ્ય ગુજરાતના ઠાકોર(પાટણવાડીયા, બારૈયા-બારીયા)  વિગેરે છે. આ વર્ગની મુખ્ય કોમો બૃહદ ખેડા જીલ્લો, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને પંચમહાલ જીલ્લાઓમાં જોવા મળે છે. અન્ય જગ્યાએ આ ક્ષત્રિયોની વસતી નહીવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ ક્ષત્રિય ઠાકોર કે દરબારોની વસતી જોવા મળતી નથી.
ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ પ્રદેશના આ ઠાકોરો મોટેભાગે રજપૂત શાખ જ દર્શાવે છે. અને તેઓની રજપૂત અટકો પણ છે. રજપૂત અટક સિવાય પણ અન્ય અટક કે શાખો જોવા મળે છે. જેમકે બાપ અટક, ગામ અટક વિગેરે. બૃહદ ખેડા જીલ્લાના કપડવંજ, બાલાસિનોર, માતર, બોરસદ, ઠાસરા, મહેમદાવાદ, નડીયાદ, ખંભાત, વિગેરે તાલુકામાં પણ રજપૂત અટકો અને શાખ જોવા મળે છે. અને બાપ તેમજ ગામ અટકો પણ કેટલાક ક્ષત્રિયો લખાવે છે. સાબરકાંઠા વિસ્તારના બાયડ, પ્રાંતિજ, મોડાસા, મેઘરજ, ઇડર, હિંમતનગર તેમજ બનાકાંઠાના કાંકરેજ, વાગડોદ, ડીસા, રાધનપુર, પાલનપૂર, વડગામ  વિગેરે વિસ્તારમાં આ કોમો મોટા સમૂહોમાં વસવાટ કરે છે. જયારે અમદાવાદ જીલ્લાના અમદાવાદ શહેર, દસક્રોઇ વિસ્તાર  અને તેની આસપાસના પરાં વિસ્તાર તેમજ, ગાંધીનગર જીલ્લાના  દહેગામ, કલોલ વિગેરે જ્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, વડોદરા જીલ્લાના સાવલી, વડોદરા, પાદરા વિસ્તાર વિગેરે જગ્યાએ આ ખમીરવંતી અને સ્વમાની તેમજ લડાયક સ્વભાવની આ ક્ષત્રિય જાતિઓ મોટા મોટા સમૂહોમાં વસવાટ કરે છે. કેટલાક પ્રદેશોમાં ઠાકોર ક્ષત્રિય વસતીના સળંગ પટ્ટા જોવા મળે છે. ચુવાળ પ્રદેશ, કટોસણ પ્રદેશ, વિરમગામથી લઈને બહુજરાજી વિસ્તાર વિસ્તાર, આ ઉપરાંત પાટણ વિસ્તાર, અને ખેડા જીલ્લાના કપડવંજ, બાલાસિનોર અને બોરસદ, બનાસકાંઠાના રાધનપુર,કાંકરેજ વિગેરે વિસ્તારોમાં આ કોમોના સળંગ પટ્ટા જોવા મળે છે. ઉપરાંત મહેસાણા જીલ્લાના ખેરાળુ, વડનગર, વિજાપુર, વિસનગર, સિદ્ધપુર વિગેરે વિસ્તારોમાં ઠાકોર જાતિના વિશાળ સમૂહો કે જૂથો જોવા મળે છે. મૂળે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સમગ્ર કોમને ઠાકોર, રજપૂત, દરબાર, ઠાકરડા વિગેરે જેવા ઉપમાવાચક નામોથી ઓળખવામાં આવતા હતા. અને આજે પણ આ કોમને ઉપર મુજબના સંજ્ઞાવાચક નામોથી ઓળખવામાં આવે છે.કડી સર્વસંગ્રમાં જણાવ્યા મુજબ આ ક્ષત્રિય કોમો જુદા જુદા પ્રદેશોમાં ઉપર જણાવ્યા મુજબની શાખોથી ઓળખાય છે. મહીકાંઠા ડીરેકટરીમાં દર્શાવ્યા મુજબ મહીકાંઠા એજન્સી વિસ્તારમાં અંગ્રેજ હકુમત સમયે સાબરકાંઠા વિસ્તારના ઇડર, હિંમતનગર, નાની મારવાડ, તેમજ મહેસાણા જીલ્લાના કટોસણ બાવીસી, આંબલીયારા, બાંભર, દીયોદર, થરાદ ડીસા તાલુકો, કાંકરેજ, વડગામ વિગેરે વિસ્તારના ઠાકોરોને મહેવાસી તરીકે ગણાવ્યા હતા. આ સમગ્ર વિસ્તારના આ ઠાકોરો કે દરબારોએ અંગેજ સલ્તનત સામે પ્રતિકારો કરેલા જેઓને અંગ્રેજોએ તોફાનીઓ તરીકે વર્ણવેલા. પરંતુ તેઓ તોફાનીઓ ન હતા, જંગે ચડેલા બહાદુર સૈનિકો હતા. એક જંગ હતો. છીનવાતી આઝાદીની રક્ષા કરવાનો જંગ હતો. આ પ્રતિકાર અંગ્રેજ અને ગાયકવાડ સલ્તનતને મંજૂર ન હતો. તેથી  અંગ્રેજ અને ગાયકવાડ સલ્તનતે  મહીકાંઠા વિસ્તારના ઉપર જણાવેલા કેટલાક વિસ્તારના આ ક્ષત્રિયોને મેવાસી(તોફાની) ગણાવ્યા હતા. હાલ ઉત્તર ગુજરાતના કેટલાક ગામોને મહેવાસી કે મેવાસી કહેવામાં આવે છે.
વિસ્તારની દષ્ટીએ બનાસકાંઠાના ઠાકોરોનો પરગણાનો વિસ્તાર સાંતલપુરથી શરુ થઈને છેક વડગામ સુધીનો છે. અને આ સમગ્ર વિસ્તાર પાટણ સુધી ફેલાયેલો છે. આમ બનાસકાંઠાના ઠાકોરો મૂળે બનાસકાંઠાના હોઈ પોતાના સંબંધી ભાયાતોને માન આપીને બોલાવે છે. બનાસકાંઠા વિસ્તારમાં મૂળ ઠાકોર અને કેટલાક વિસ્તારોમાં કોળી ઠાકોર પણ જોવા મળે છે. આમ છતાં બાનસકાંઠાના ઠાકોરો અને મહેસાણા જીલ્લાના વિસ્તારના ઠાકોરોના વ્યવહારઓમાં ઘણો તફાવત જોવા મળે છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારના ઠાકોરો પોતાની દીકરી આપે છે અને લાવે છે પણ ખરા. જ્યારે મહેસાણા વિસ્તારાના કેટલાક ઠાકોરો જ્યાંથી કન્યા લાવે છે ત્યાં દીકરીને આપતા નથી.અને જ્યાં દીકરી આપે છે ત્યાંથી કન્યા લાવતા નથી. જો કે વડનગર અને વિસનગર વિસ્તારના ૧૨ પરાંના વિસ્તારમાં આમાં કેટલોક અપવાદ છે. જે ઠાકોરો બાર પરાં ગોળમાં જોડાયેલા છે તે એક બીજાને કન્યાઓ આપે છે અને લે છે પણ ખરા. થોડાક સમયથી આ ગોળમાં જ કન્યાઓ આપવા લેવાનો વ્યવહાર વિકસિત થતો જોવા મળ્યો છે. આમ થવાથી સગોત્ર લગ્નો થવાનો સંભાવના વધી જવાની શક્યતાઓ રહેલી
પાટણ, બનાસકાંઠાના પાલવી ઠાકોરો-પાલવી દરબારો એ પોતાના સામાજિક વ્યવહારો જાળવી રાખ્યા છે એ એમની ખાનદાની રીત છે. જ્યારે મહેસાણા જીલ્લાના પાલવી ઠાકોરો એ સામાજિક વ્યવહારો જાળવવામાં ઉણા ઉતર્યા છે. તેમ છતાં શિક્ષણ નું પ્રમાણ હોવાથી વધુ આધુનિક બનવા પામ્યા છે. એ જ રીતે ખેડા-આણંદ જીલ્લાના ક્ષત્રિયો માં પણ આધુનિકતાનું વધુ પડતું આંધળું અનુકરણ થવા પામ્યું છે. આધુનિક ઠાકોરોમાં ક્ષત્રિય અટકો ઉપરાંત તેમના ગામ અથવા તો કુટુંબના વડવાના નામ પરથી અટકો થયેલી જોવા મળે છે. જ્યારે મહેસાણા જીલ્લાના વિસ્તારમાં ઠાકોરોમાં  માત્ર ક્ષત્રિય જ અટક રાખેલી જોવા મળે છે. હાલમાં આ સમગ્ર કોમ ઉત્તર ગુજરાતના મહેસાણા વિસ્તારમાં ઠાકોર કે દરબાર કે રજપૂત તરીકે ઓળખાય છે. જ્યારે મધ્ય ગુજરાત બાજુ ઠાકોર કે પાટણવાડીયા કે દરબાર તરીકે પોતાને ઓળખાવે છે. જ્યારે રાજઘરાના લોકો હજુ પણ આ સમગ્ર ક્ષત્રિય કોમને તેમનાથી નીચા માને છે. વર્તમાન અને ભૂતકાળમાં ઉત્તર ગુજરાતની આ ક્ષત્રિય કોમથી કણબીઓ કે કડવા પટેલો ડરીને ચાલતા ચાલે છે. અને હાલમાં પણ આ કોમનું વર્ચસ્વ અને જો હુકમી યથાવત રહેલુ છે. આ વિસ્તારમાં ઘણા બધા કુરીવાજો અને અન્દ્ધશ્રદ્ધો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આનુ કારણ આ વિસ્તારની આ ક્ષત્રિય કોમનું આર્થિક પછાતપણુ જવાબદાર છે. વળી ગાયકવાડ અને બ્રીટીશ સલ્તનતના વખતે પટેલોની વગ સારી એવી હતી. જેના કારણે કેટલાક અમીન અને દેસાઈ તેમજ દરબાર તરીકે આ પટેલ કોમ ઓળખાતી. હવે સૌ પોતાને પાટીદાર તરીકે ઓળખાવે છે. જો કે સ્વતંત્ર ચળવળ સમયે કેટલાય ઠાકોરોએ શહીદી વ્હોરેલી છે. પરંતુ આ બધાને મેવાસી કે બહરવટીયા તરીકે ઉપમા આપવામાં આવી છે. મોગલ અને ગાયકવાડ સલ્તનત વખતે ખેડા જીલ્લાના પટેલોએ પોતાની વગના કારણે પાટીદાર તરીકે પોતાની ઓળખાણ આજે પણ જાળવી રાખી છે. અને એ જ રીતે ઉત્તર ગુજરાતના નાના નાના ઠાકોરો કે દરબારોએ પોતાનુ વર્ચસ્વ જાળવી રાખ્યું અને તેની હુંફ આજે પણ અકબંધ જોવા મળે છે. ઉત્તર ગુજરાતના ઠાકોરોમાં આજે પણ એકતા જોવા મળે છે જ્યારે મધ્ય ગુજરાતની આ ક્ષત્રિય કોમમાં એકતાનો અભાવ છે. આ વિસ્તારની ક્ષત્રિય પ્રજાની ગરીબાઈનુ પણ કારણ આ કોમની એકતા નથી તે જ છે. આજે પણ આ વિસ્તારના ઠાકોરો એક બીજા સાથે ઉંચનીચના ભેદભાવમાં જ મ્હાલે છે. આ વિસ્તારમાં રોજગાર ધંધા અને ફળદ્રુપ જમીનો હોવા છતાં કેટલાક કુરીવાજો, અંધશ્ર્દ્ધાઓ અને ખોટા વ્હેમો અને દારુ – જુગાર જેવી બદીઓને કારણે આ વિસ્તારની આ ક્ષત્રિય કોમ આજે પણ પછાત રહી જવા પામી છે. આજે  આ વિસ્તારમાં પટેલ કોમ અગ્રેસર છે. જ્યારે આ વિસ્તારની કેટલાક ગણ્યા ગાંઠ્યા પરીવારો સિવાય આ સમગ્ર ક્ષત્રિય કોમનો મોટો વર્ગ મજૂરી પર આધાર રાખે છે. ટૂંકી જમીનો અને ખોટા ન પોષાય તેવા ખર્ચા અને વ્યવહારો ને કારણે અહીની મોટા ભાગની પ્રજા આર્થિક રીતે આજે પણ સબળ નથી. ચુંવાળ પંથક બાજુના પાલવી દરબારો, ઠાકોરો આજે પણ પોતપોતાને અલગ અલગ ઓળખાવે છે. કેટલાક પોતાને રજપૂત તરીકે પણ ઓળખાવે છે. આમ હકીકત જોવા જઈએ તો મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર,પંચમહાલ અને ખેડા જીલ્લાના ઠાકોરો-દરબારો  લગભગ એક જ  હોય તેમ જણાય છે.
સરકારશ્રીએ બક્ષીપંચ અને કેન્દ્રના ધોરણ આર્થિક પછાતપનો લાભ આપેલ હોવાથે હવે બદલાયેલી પરિસ્થિતિના કારણે આ તમામ કોમો એકબીજાની નજીક આવવા લાગી છે. શૈક્ષણિક રીતે આ સમગ્ર સમાજ હવે આગળ આવવા માંડ્યો છે. હવે સૌ બધાને એકજ માને છે. હવે દીકરીઓ માટે ઉંચાકુળની સરખામણીએ શૈક્ષણિક રીતે આગળ પડતા કુંટુંબની ઓળખાણ પહેલાં જોવામાં આવે છે.
પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિ 
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોમાં પહેરવેશ બાબતે આજે પણ ભિન્નતા જોવા મળે છે. ઉત્તર ગુજરાત બાજુના આ કોમના પુરુષો આજે પણ ઘેરદાર ધોતિયુ પહેરે છે. જ્યારે કાનમાં કડીઓ કે મરચીઓ તેમજ કેડમાં કંદોરા વિગેરે ધારણ કરે છે. પહેલાના સમયમાં તેઓ તલવાર કે ધારદાર હથીયાર યા તો કેડમાં છરો કે છરી ફરજીયાત રાખતા. હાલમાં પણ કેટલાક યુવાનો પોતાના રક્ષણ માટે ધારદાર છરા અંગત રીતે રાખે છે. ઉપરાંત જ્યારે પણ ખેતરમાં કે વગડે જવાનું થાય ત્યારે હાથમાં ધારદાર ધારીયું તો  હોય છે. લગ્ન પ્રસંગે માથે સાફો કે પાઘડી ધારણ કરે છે. ઉત્તર ગુજરાતના કેટલાક લોકો કાનમાં ગોખરુ પણ પહેરે છે. જે એક પ્રકારનું સોનાનું ઘરેણું છે. બૂટ, મોજા, ઘેરધાર ધોતિયું અને પહેરણ એ આ વિસ્તારના પુરુષોનો મુખ્ય પહેરવેશ છે. હવે યુવાનો ધોતિયાની જગ્યાએ પેંટ અને શર્ટ પહેરે છે.
ઠાકોર વર્ગની ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ પોતાના વડવાઓના ચાલ્યા આવતા પરંપરાતગત પહેરવેશ તરીકે ઘેરદાર ૫ થી ૧૦ મીટરના જુદા જુદા રંગના ઘાઘરા પહેરે છે. લાજ વાળવાનો રીવાજ હાલમાં પણ મોજૂદ છે. પરીવારમાં વડીલો હોય તેવા તમામની મર્યાદા રાખીને લાજ કાઢવામાં આવે છે. પરીવારમાં સસરા, જેઠ, વડ સસરા તેમજ જમાઈની પણ લાજ વાળીને માર્યાદાઓ હજુ પણ જાળવી રાખવાનો રીવાજ આ સમાજમાં ચાલે છે. સાસુ, સાળાની પત્નીઓ અને સસરા પક્ષની તમામ સ્ત્રીઓ જમાઈની લાજ વાળીને પોતાનો માન મરતબો જાળવી રાખે છે. પાણી ભરીને આવતી જે જતી તેમજ માથે ચારનો ભારો ઉપાડીને આવતી આ સમાજની કોઇપણ સ્ત્રી (વહુ) પોતાનાથી મોટા કોઇપણ પુરુષને માન આપવા રસ્તામાં બાજુમાં ખસીને ઉભી રહી પોતાની મર્યાદાને જાળવી રાખે છે. જો કે ગામડામાં આ ક્ષત્રિય જાતિ સિવાય અન્ય જાતિની સ્રીઓ દ્વારા પણ લાજ વાળવાની પ્રથાઓ જાળવી રાખી છે. જો કે હાલમાં આ રીવાજ અસ્થાને છે પણ પોતાની પર્ંપરાઓ અને સંસ્કૃતિની જળવણીમાટે આવી પ્રથાઓ ચાલુ રાખવી જરુરી છે. મેવાસી તેમજ ઠાકોરો અને દરબારોના ગામોમાં આજે પણ સ્રીઓ પૂરેપૂરો મલાજો રાખે છે. કેટકેલ સ્થળે વિધવાઓ પણ આઘેરુ ઓઢે છે. આમ છતાં આ વિસ્તારમાં આ કોમોમાં અલગ અલગ પોષાકો પણ જોવા મળે છે. ગરાસિયાઓ ચારે છેડે ધોતિયુ અને માથે લીલા રંગનો ૧૦ થી બાર હાથનો ફેંટો બાંધે છે અને ખભે લીલા રંગનો રૂમાલ પણ રાખવાની પરંપરા હતી. પાલવી દરબારોમાં  લાલ રંગના ફેંટા પહેરવાનો રીવાજ હાલમાં પણ મોજુદ છે. 


 ઉત્તર અને મધ્ય ગુજરાતના ક્ષત્રિય- ઠાકોરો મોટે ભાગે રજપુત- રાજપુત ઠાકોરો છે. પરંતુ અનુલોમ અને પ્રતિલોમ જેવા લગ્ન વ્યવહારો ને લીધે જુદા જુદા અનેક દરજ્જાઓમાં વિભાજીત થયેલા જોવા મળે છે. જાતવંત લોહી- મિશ્રણથી ઉદ્ભવેલી હાજરો ખમીરવંતી જાતિઓએ મા ભોમને વિદેશી આક્રમણકારીઓથી રક્ષિત કરવા પોતાના રકતથી પવિત્ર ધરતીને રંગીને કાયમ માટે ભારતમાતાની ગોદમાં પોઢી ગઈ છે. જે બગીચામાં રંગબેરંગી ફુલોમાં વિવિધ પુંકેસરો ઊડીને વિધવિધ સ્ત્રીકેસરોમાં ઢળી પડ્યાં, એનાં અંતરમાં ઉતારા કરી લીધાં, એમાં કોઇ કોઇ ફુલોની પાંખડીયે એકસામટા સાત સાત રંગોની જેમ ભાત પડેલી છે એમાંથી આવો ભાતીગળ ફાલ નીપજ્યો અને ગુલબોએ અને ગલગોટાએ કૈ કૈ રંગો બદલ્યા છે ને હજુ લોહી – મીશ્રણ પુષ્પોની દુનિયમાં ચાલી રહ્યું છે એવું ભુતકાળમાં ક્ષત્રિયા અને અન્ય જાતિઓમાં લોહી-મીશ્રણો થયેલાં પુષ્પની દુનિયામાં જે બન્યું એવું જ આ ગુજરાતની સોરઠ, તળ ગુજરાત અને ગુજરાતમાં પણ ક્ષત્રિયા પ્રજામાં બની ગયું હતું.  જેને આજે આપણે “ કાંટીયા વરણ ” કહીને જેની અવગણના કરીયે છીયે,તે બધી જાતિઓના ચહેરા નીરખીને જુઓ: એના પહેરવેશ, રીતરિવાજ, દાઢીમુછના વળાંક, આંખોની અણીઓ, ભમ્મરનાં ભાલાં નિહાળો; એની રમણીઓના અંગ-લાવણ્ય, અવાજની મીઠાશ, ગાવાની હલક, ઓરડની કલા- દિવલો પર લીંપીને ભાત પાડવાની કલા- કારીગીરી, એ બધું તપાસો; એ બધામાં અનેકવિધ સંસ્કારોની રળીયામણી ભાત પડેલી છે. આ બધાં પણ ભાતભાતના લોહી-મીશ્રણમાંથી રંગાઈને ખીલેલાં માનવ પુષ્પો છે. એક મેરાણીના દેહને નિહાળો; ચોવીસેય કલાક પરિશ્રમ કરતી કણબણ જેવા સ્નાયુઓ છે, રાતદિવસ ધુળમાં રોળાતાં રોળાતાં એ અંગોમાં રાણીવાસની કોઇ તન્વંગી રજપૂતાણીનાં રૂપ નીતરે છે અને છતાંય કામદેવની કામઠી સરીખાં એનાં નેણની નીચે કોઇ ચારણી જોગમાયાની અગ્નીઝરતી આંખો ઝગે છે. એવી જ રીતે એના પુરુષને તપાસો અને પછી એ સાંતી હાંકતો કણબી છે, થોભાળો રજપૂત છે કે દેવીને પૂજનારો કોઇ ચારણ છે, તે શોધવાની રમણીય મૂંઝવણ અનૂભવો. અનેકવિધ લોહી-મીશ્રણથી રંગાઈને જન્મેલી સુવાસ શૌર્યકથાઓ, પ્રેમકથાઓ, સુખ:દુખના રાસડાઓ, વાજિંત્રો, કલા-કારીગીરીઓ,નૃત્યો- શોખ અને ગોર ગોરમટીને રૂપે મંદ મંદ મહેકી રહી હતી, સમસ્ત જીવનને એણે સુવાસિત બનાવ્યું હતું. આજ એ સુવાસ ઉપર રજ ચડી ગઈ છે. આજ સંસ્કૃતિના પારણાંમાં હીંચેલી એ બધી જાતિઓ બળાત્કારે જીવે છે. વિકૃત બનીને ઊલટું આપણી સંસ્કૃતિને વિશે ભુલાવો ખવરાવે છે.
        આ જે આપણે આપણી સંસ્કૃતિને દાવ પર  લગાવીને સમસ્ત ક્ષત્રિય સમાજને અલગ અલગ જાતિ સમુહોમાં વિભાજીત કરીને પોતાના પગ ઉપર કુહાડો મારી રહ્યા છીયે. જેમ ફુલને ફુલ જ અને વૃક્ષને વૃક્ષ જ કહેવાય, એમ ક્ષત્રિયની ઓળખણ એક જ હોય; ભલેને પછી ડળીઓ કે શાખાઓ અનેક કેમ ના હોય. ક્ષત્રિય એ એક વિશાળ વટ્વૃક્ષ છે અને રજપૂત, ઠાકોર, દરબાર, ગરાસીયા, પાલવી, વિગેરે એ બધી શાખાઓ કે પ્રશાખાઓછે. આ પ્રશાખઓને પાંદડાં અને ફુલ પણ હોય છે. પરંતુ પાંદડાં અને ફુલ વિના ડાળી ના શોભે અને ડાળી વિના વૃક્ષ, વૃક્ષ ના રહેતાં થડીયું બની જાય એમ આ સમસ્ત ક્ષત્રિયા સમાજના જાતિ સમુહો, પેટાજાતિઓ અને પેટા શાખાઓથી આપણો સમસ્ત સમાજ સુશોભિત છે. ક્ષત્રિયા (ભવાનસિંહ)સંસ્કૃતિની જાળવણી અને એની ધરોહરને સાચવી રાખવાની જવાબ્દારી આપણા સૌની સરખી છે. તાળી હમેશાં એક હાથે ના પડે. હજારો વર્ષોથી આપણા પૂર્વજો આપેલા બલીદાનોને વિસરવા એ આપણી પડતીનું સૌથી મોટું કારણ હશે. વિરાશતને કોરાણે ના મુકી શકાય. આપણી ખાનદાની, સ્વભાવગત અને ખુમારીને ભુલાવી દેવી એ આપણી ભુલોની મોટી ભુલ ગણાશે. જય હો.

તારીખ: ૦૭-૦૯-૨૦૧૬                        
નોધ. આ લેખની કોઈએ કોપી કરવી નહિ. આ લેખને અન્ય મુકવો હોય તો લેખકના નામ અને તારીખ તેમજ મોબાઈલ સાથે કોપી કરીને મુકવો. પુનઃ સંપાદન તા. ૨૬/૦૬/૨૦૧૮

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
જય ભવાની.
આપણું ઇતિહાસ બાબતેનું લખાણ ખાલી ઈન્ટરનેટ ઉપર જ ન રાખો આ વિષય ઉપર સામાજીક પુસ્તક લાખો જેમાં ઉત્પતિથી લઈ ને આજના આધુનિક યુગ ને આવરી લો.
આમ કરવાથી સમાજનો ઇતિહાસ ઉજાગર થશે.
જય માતાજી.....
વિક્રમસિંહ ચૌહાણ કારડીયા રજપુત જય માં ભવાની ચોહાણ
Unknown એ કહ્યું…
🙏જય માતાજી 🙏
વડીલ,કડી બાવળું, અમારા ગામના ઠાકોર (વડવાઓ) એમનુ એમ કહેવું છે કે આપણા ગામના લોકો અસલમાં મૂળીનાં પરમાર છે. તો મારે એ વિશે વિસ્તારમાં માહિતી જોઈએ છે.
જય માતાજી
જય ભવાની 🙏🙏

Unknown એ કહ્યું…
🙏જય ભવાની 🙏
ઠાકોર સોલંકી માહિતી આપો.
તેમના ગૌત્ર વિશે.
Unknown એ કહ્યું…
ગજેન્દ્રસિંહ મકવાણા ના જય માતાજી
Koli Ajayraj Bavaliya એ કહ્યું…
કોળી અજયરાજ બાવળીયા ના જય માતાજી
જય માં ભવાની🙏🙏🙏🙏🙏
જય રાજપૂતાના🙏🙏🙏🙏🙏
Parmar rajput gujrat એ કહ્યું…
જય માતાજી બાપુ
Unknown એ કહ્યું…
જય માતાજી 🙏🙏🙏
Unknown એ કહ્યું…
જય માતાજી🙏🏻

Unknown એ કહ્યું…
જય માતાજી. ભવાનીસિંહ. આપે જે માહિતી આપી એ બધા ક્ષત્રિય રાજપુત સમાજ સુધી પહોસે એવી આશારાખીયે.અને આવતા અંક મા કે ઉના કોડીનાર ના ક્ષત્રિય રાજપુત સમાજ તેમજ ગોહિલ ગીરાસદાર રાજપુત સમાજ(પાલીતાણા ભાયાત)નો ઉલ્લેખ મુકો.ઉના ગોહિલ ગીરાસદાર રાજપુત સમાજ ઉના. લી.માનસિંહજી ગોહિલ .Ngo. 🙏🙏🙏🙏🙏
Unknown એ કહ્યું…
જય માતાજી
હું કહેવા માગું છું કે આપણા ક્ષત્રીય કુળના જે તમે ઇન્ટરનેટ પર માહિતી આપી છે તેવા તમે પુસ્તકો લખવા અને આપણા ક્ષત્રિય કુળ ને વહેજો જેથી આપણે જાગૃત થાય અને આગળ વધીએ
Unknown એ કહ્યું…
જય માતાજી
Unknown એ કહ્યું…
જય શ્રી સંત શિરોમણી વેલનાથ બાપુ 🙏 જય માતાજી આપના લેખમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના ઈતિહાસ વિશે જે વિસ્તૃત થી વાત કરવામાં આવી છે તે એકદમ સાચી છે અસલ માં આપણે સૌ એક જ ક્ષત્રિય કુળના વંશજો છીએ ક્ષત્રિય ઠાકોર રાજપૂત કોળી ઠાકોર સમાજ અને તમામ તે ક્ષત્રિય કુળના વંશજો નો જે આપે આ લેખ દ્વારા ઉલ્લેખ કર્યો છે તે એકદમ સાચી વાત છે જય માતાજી
Unknown એ કહ્યું…
જય શ્રી સંત શિરોમણી વેલનાથ બાપુ 🙏 જય માતાજી આપના લેખમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના ઈતિહાસ વિશે જે વિસ્તૃત થી વાત કરવામાં આવી છે તે એકદમ સાચી છે અસલ માં આપણે સૌ એક જ ક્ષત્રિય કુળના વંશજો છીએ ક્ષત્રિય ઠાકોર રાજપૂત કોળી ઠાકોર સમાજ અને તમામ તે ક્ષત્રિય કુળના વંશજો નો જે આપે આ લેખ દ્વારા ઉલ્લેખ કર્યો છે તે એકદમ સાચી વાત છે જય માતાજી
વિજયજી ઠાકોર એ કહ્યું…
હવે સમય આવી ગયો છે કે તમામ ઠાકોરો એક થઈને ક્ષત્રિય માનવા તૈયાર નથી તેની સામે લડીએ.


આપણા વડવાઓ આપેલા માથાઓનું મૂલ્ય આજે આપણ ને નીચા કહીને અથવા ક્ષત્રિય મા ના આવે એવું કહે છે.

પોતાના વંશ વારસા માટે આ કહેવાતા ઊંચા ક્ષત્રિયો એ શું કર્યું એ આખી દુનિયા જાણે છે..ને હવે તેવો બીજા ને નીચા બતાવે છે.

માટે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજે આ માટે એક થાવું પડશે.
Unknown એ કહ્યું…
જય માતાજી ખુબ સરસ ઈતિહાસ
Unknown એ કહ્યું…
જય ભવાની હું પણ ક્ષત્રિય કોળી છું
Unknown એ કહ્યું…
🚩જય ભવાની
નરેશપાલસિંહ ચાવડા(નાડોદા)
DFORCEpower એ કહ્યું…
Very good
Very important post
I like it.
Jay Bhavani
Arjun Talpada એ કહ્યું…
તળપદા સમાજ નુ માહિતી ઈતિહાસ જાણકારી આપો
Unknown એ કહ્યું…
ક્ષત્રિય ઠાકોર પાટણવાડિયા બારિયા
કુલદેવિ જય હરસિધ્ધિ માં 🙏🙏🙏
Unknown એ કહ્યું…
ક્ષત્રિય ઠાકોર પાટણવાડિયા બારિયા
કુલદેવિ જય હરસિધ્ધિ માં 🙏🙏🙏
Unknown એ કહ્યું…
ખુબ જ સરસ રીતે સમજાવ્યું છે...જય માતાજી..જય ક્ષત્રિય ધર્મ🚩🚩🙏🙏
Unknown એ કહ્યું…
જય માતાજી જય ક્ષત્રિય સમાજ
. એ કહ્યું…
ભાઈ ઠાકોર(કોળી) ક્ષત્રિય છે,તો યદુવંશી ઓ(રબારીઓ, ભરવાડો, આહીર, ગુજરાત વગેરે કોન છે
. એ કહ્યું…
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
. એ કહ્યું…
જાટ અને આજણા ચૌધરી કોન છે
. એ કહ્યું…
ક્ષત્રિય લખવૂ હોય તો બધા જ ક્ષત્રિય લખવા
Bakul એ કહ્યું…
જય માતાજી ભવાનસિંહને..આપે આપેલી માહિતી ખૂબ j રસપ્રદ છે..બધાજ ક્ષત્રિય સમાજે એકવાર વાંચવી જોઈએ,જેથી એકબીજા પ્રત્યે જે નકારાત્મકતા વ્યાપેલી છે તે દૂર થાય ,આપસમાં એકતા થાય અને અન્યોને પણ ખબર પડે..
બકુલસિંહ જી પરમાર
. એ કહ્યું…
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
. એ કહ્યું…
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
. એ કહ્યું…
Tame 13 khatriya itihas muko

. એ કહ્યું…
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
. એ કહ્યું…
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Jayramji Thakor એ કહ્યું…
ભવાનીસિંહજી આપે એકદમ સાચી વાત કહી બધા જ મૂળ ક્ષત્રિય કુળ ના છીએ પણ હજુ એકબીજાને જે અપનાવવા તૈયાર તે તમામે આ લેખ વાંચવો જોઈએ આ લેખને પુસ્તક સ્વરૂપે છપાવી અને વંચાવો જેથી એકબીજા ની ભેદરેખા ઓછી થાય અને દરેક પોતે એક જ ક્ષત્રિય કુળ ના હોવાનું ગૌરવ લે
Unknown એ કહ્યું…
ભાઈ આહિર યદુવંશી ક્ષત્રીય શે ભાઈ . આહિર ઈતર કોમ માં ન આવે ઇતરકોમો કે જે તલવાર ઉઠાવતા ની સાથે ધ્રૂજવા લાગે ભાઈ આહિર કોઈ જાતિ નથી એ ચંદ્રવંશી ક્ષત્રીય યાદવો ની એક ઉપાધિ છે. અહી એટલે નાગ અને ઇર એટલે કંપવવનાર
તેનો અર્થ એટલે નાંગ વંશી અથવા નાગ ને કંપવનાર થાય છે.
આહિરો ના રજવાડા છેક આઝાદી સુધી હયાત હતા તેમાં રેવાડી ,વડીયાર, તમે ચંદ્રગુપ્ત ની ઉત્પતિ પણ નેપાળ ના આહીરો માંથી થય હતી જે જે મોરિય નગર ના આહિર રાજા નો પુત્ર હતો .
તેના પિતા ને નંદ વંશી ધનાનંદ એ હરાવી રાજ્ય જડપી લીધી હતુ.
અને આ મગધ ના વંશ ને નંદ વંશી યાદવો સાથે કોઈ સંબંધ નથી.
મગધ ના નંદ વંશ ની ઉત્પતિ શિશુનાગ વંશ ની રાની અને બાવર્સી ની નાજયજ ઓલાદ હતી અને તે નંદ વંશ એ માટે કહેવાયો કારણ કે મહાપદ્મ નંદ યાનિ એક હજાર સુવર્ણ મુદ્રા કા માલિક થાય તેથી નંદ title લગાડતા.
Unknown એ કહ્યું…
ભાઈ આહિર યદુવંશી ક્ષત્રીય શે ભાઈ . આહિર ઈતર કોમ માં ન આવે ઇતરકોમો કે જે તલવાર ઉઠાવતા ની સાથે ધ્રૂજવા લાગે ભાઈ આહિર કોઈ જાતિ નથી એ ચંદ્રવંશી ક્ષત્રીય યાદવો ની એક ઉપાધિ છે. અહી એટલે નાગ અને ઇર એટલે કંપવવનાર
તેનો અર્થ એટલે નાંગ વંશી અથવા નાગ ને કંપવનાર થાય છે.
આહિરો ના રજવાડા છેક આઝાદી સુધી હયાત હતા તેમાં રેવાડી ,વડીયાર, તમે ચંદ્રગુપ્ત ની ઉત્પતિ પણ નેપાળ ના આહીરો માંથી થય હતી જે જે મોરિય નગર ના આહિર રાજા નો પુત્ર હતો .
તેના પિતા ને નંદ વંશી ધનાનંદ એ હરાવી રાજ્ય જડપી લીધી હતુ. અને ભાઈ આહીરો ના પાળિયા પણ કચ્છ સૌરાષ્ટ્ર માં જોવા મળશે
અને આ મગધ ના વંશ ને નંદ વંશી યાદવો સાથે કોઈ સંબંધ નથી.
મગધ ના નંદ વંશ ની ઉત્પતિ શિશુનાગ વંશ ની રાની અને બાવર્સી ની નાજયજ ઓલાદ હતી અને તે નંદ વંશ એ માટે કહેવાયો કારણ કે મહાપદ્મ નંદ યાનિ એક હજાર સુવર્ણ મુદ્રા કા માલિક થાય તેથી નંદ title લગાડતા.
. એ કહ્યું…
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Unknown એ કહ્યું…
જય માં આશાપુરા જય માં કાંધલી
મેર ક્ષત્રિય
. એ કહ્યું…
હળવદ તાલુકાના સૌથી મોટા ગણાતા અને આઠ હજાર જેટલી વસ્તી ધરાવતા માથક ગામે શૌચાલય બનાવવાની માથાકુટમાં ગામના ક્ષત્રિય દરબાર તથા કોળી-ઠાકોર વચ્ચે થયેલી બોલાચાલી બાદ મંગળવારે સવારે ક્ષત્રિય દરબારની વાડીમાં ઠાકોર સમાજના લોકો હથિયાર સાથે ધસી જઈ થયેલી અથડામણમાં ક્ષત્રિય દરબાર જૂથના બે જ્યારે ઠાકોર સમાજના ચાર શખ્સોને ગંભીર ઈજાઓ થતા તમામને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે લઈ જવાયા હતા. ઘટનાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખું માથક ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હળવદ તાલુકાના માથક ગામે નવનિયુક્ત ચૂંટાયેલા કોળી ઠાકોર સમાજના સરપંચ દ્વારા ગામના એક અલગ વિસ્તારમાં શૌચાલયનું બનાવવાના કામ શરૂ થઈ રહ્યા હતા તે દરમિયાન ગામના ક્ષત્રિય સમાજના એક યુવાને આ જગ્યા પોતાના વડવાઓની હોવાનું ટેલિફોન ઉપર સચિવને જણાવતા સરપંચે જણાવેલ કે જો આ જગ્યા તમારા વડવાની હોય તો તેના પુરાવા આપો તેમ છતા પણ ટેલિફોનમાં ગાળા-ગાળી ચાલી હતી ત્યાર બાદ મોડી સાંજે ગામના સરપંચે દરબાર ક્ષત્રિય યુવાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ મંગળવારે સવારે માથક ગામથી રાતાભેર ગામના જવાના રસ્તે આવેલી ક્ષત્રિય દરબાદ પૃથ્વીરાજસિંહ સબબસિંહ ઝાલાની વાડીએ તેઓ તેમના ભાઈ સાથે બેઠઆ હતા તે દરમિયાન માથક ગામના પચીસથી વધુ કોળી ઠાકોરના શખ્સો આવી આ બન્ને ભાઈ ઉપર ધોકા વડે અને છરી સાથે તૂટી પડયા સામે પક્ષે ક્ષત્રિય દરબારના પણ બન્ને ભાઈઓ છરી તથા ધોકા વડે તૂટી પડતા…

થયેલી બધડાટીમાં કોળી ઠાકોર સમાજના ચાર શખ્સોને ગંભીર ઈજા પહોંચી હતી અને સામે પક્ષે ક્ષત્રિય દરબાર સમાજના બન્ને ભાઈઓને ગંભીર ઈજા પહોંચતા બન્ને ભાઈને તથા અન્ય ચાર શખ્સો રાજકોટ સારવાર હેઠળ દાખલ કરાયા છે.




માથક ગામ પોલીસ છાવણીમાં ફરવાયું

મંગળવારે સવારે ક્ષત્રીય દરબાર તથા કોળી ઠાકોર વચ્ચે થયેલી અથડામણને પગલે તાત્કાલિક જિલ્લા એસ.પી.ઉપરાંત ડી.વાય.એસ.પી. ઝાલા તથા એલ.સી.બી. ટીમ, એસ.ઓ.જી. પોલીસની ટીમ સહિત મોરબી જિલ્લા પોલીસ ઉપરાંત હળવદ ઈન્ચાર્જ સી.એસ.આઈ. એમ.વી.ઝાલા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો અને આખા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કોળી ઠાકોર સમાજના આરોપીઓ

માથક ગામે થયેલી બધડાટીમાં ફરિયાદી પૃથ્વીરાજસિંહ શબબસિંહ ઝાલાએ કરેલી પોલીસ ફરિયાદમાં મયાભાઈ કોળી, પીન્ટુ અશોક કોળી, મોહિત વાઘજી કોળી, જગા નરશી કોળી, નીલેશ હેમુ કોળી, મહેશ વાઘજી કોળી, જીતુ જશા કોળી, ચતુર વાઘજી, વાઘાભાઈનો છોકરો, મહેશ માદેવ તથા પંદર જેટલા અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ક્ષત્રિયબંધુ વિરૂદ્ધ ગુનો નોંધાયો

માથક ગામે થયેલા ઝઘડામાં કોળી ઠાકોર સમાજ દ્વારા ક્ષત્રિય દરબાર બંધુ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા તેઓના ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે હાલ આ બન્ને ભાઈ રાજકોટ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે. તમામ ઘટનાની તપાસ હળવદ ઈ.ચાર્જ પી.એસ.આઈ. એમ.વી.ઝાલા ચલાવી રહ્યા છે.
. એ કહ્યું…
ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.
Unknown એ કહ્યું…

સૌરાષ્ટ્રના ચુંવાળિયા કોળી ક્ષત્રિય ઠાકોર ના જય માતાજી ...
જય વેલનાથ બાપુ .....

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ઇતિહાસ અને સમાજ

ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ઠાગા નૃત્ય અને પટા ખેલવા