પોસ્ટ્સ

મે 13, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ઠાગા નૃત્ય અને પટા ખેલવા

     મિત્રો લોકનૃત્ય એ આપણી સંસ્કૃતિનું મહત્વનું અંગ પરિપાક છે . વર્ષો પૂર્વે નદી કિનારે જ્યારે સંસ્કૃતિનું પારણું બંધાયું હશે ત્યારે લોક્નૃત્યોનો પણ જન્મ થયો હશે.. પ્રકૃતિની ગોદમાં મસ્ત બનીને વિહરતા આદીમાનવોનાં અંતરમાં આનંદની લાગણી ખીલી ઉઠતી ત્યારે એ હરખઘેલો બનીને નાચવા કે ગાવા લાગતો. આમાં ધરતી સાથે અંતરની પ્રીત બાંધીને બેઠેલા માનવીના આનંદની અભિવ્યક્તિ અને ઉર્મિઓના અવિર્ભાવમાંથી જન્મ્યાં છે આપણા ભાતીગળ અને નૈસર્ગિક નૃત્યો. આમ નૈસર્ગિક વાતાવરણમાં જન્મેલા એ માનવીના પરમ આનંદની અનુભૂતિની નીપજ હોવાથી લોકહૈયે અજબ ગજબનું કામણ કર્યું છે. ગુજરાતના ગરવા લોકજીવનમાં લોક્નૃત્યોનો ભંડાર ભરપુર ભર્યો છે. લોકનૃત્યો સાથે લોકગીતો અને લોક્વાદ્યો પણ જોડાયેલા છે.      ગુજરાતની સાંકૃતિક લોકકળા ના વારસારૂપ લોકનૃત્યો , લોકઉત્સવો,અને ધાર્મિક પરંપરાઓ સાથે જુના કાળથી જોડાયેલા છે. જોબનીયા ને હેલે ચડાવીને લોકો મેળાઓની મોજ સાથે ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે લોકહૈયા આનંદવિભોર બનીને નાચે છે, ગાય છે. આવા જ કેટલાક લોકનૃત્યની વાત કરીએ તો અમદાવાદ અને તેની આસપાસ વસ્તી ઠાકોર (ક્ષત્રિય) જ્ઞાતિન