ઠાકોર યા ઠાકુર સંદર્ભ


ઠાકોર યા ઠાકુર સંદર્ભ 

કહેવાય છે કે ભારત દેશમાં એકતામાં વિવિધતા અને વિવિધાતામાં એકતા જોવા મળે છે. આ સર્વથા સનાતન સત્ય છે. સાંસ્ક્રુતિક એક્તાથી આખો દેશ અકજુથ છે. જન્મથી લઈને મૃત્યુપર્યાન્ત સંસ્કારોમાં પણ આશ્ચર્યજનક સમાનતા જોવા મળે છે. એજ રીતે દૈનિક જીવન, રહેણી કરણી, અને વ્યવહારોમાં પણ સમાનતા જોવા મળે છે. આ છે ભારતની સંસ્કૃતિ. સૌથી અગત્યની સમાનતા જોવા જઈએ તો ગુજરાત અને રાજસ્થાન તો એક બીજા સાથે મળી ગયા હોય એવી સંસ્કૃતિ છે. એમાય ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તો તમામ દ્રષ્ટિએ એકબીજાની સમાનતાની નજીક છે. પહેરવેશ, બોલી વિગેરે માં સમાનતા જોવા મળે છે. આમ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ તો પ્રાયઃ એક જ છે. રાજસ્થાન અને ગુજરાતની ઐતિહાસિક, સાંસ્ક્રુતિક અને ભૌગોલિક તેમજ રાજકીય વિવરણ અંગ્રેજ ઈતિહાસકાર એલેકઝાંડર કિનલોક ફાર્બસ ને પોતાના ગુજરાત અને રાજસ્થાનન પુસ્તકોમાં કરેલું જોવા મળે છે. અટકો અને જાતિવાચક સમૂહો અને પેટા સમૂહો ની પણ ગુજરાતમાં એક આગવી ઓળખ છે. બ્રાહ્મણ, ક્ષત્રિયા, વૈશ્ય અને સેવક એમ ચાર વરણોમાં વિભાજિત હિન્દુ સમાજમાં અનેક અટકો અને પેટા અટકો તેમજ સમૂહો અને પેટા સમૂહો છે. અને એમાય પણ દરેક વર્ણ ના પોતાના અનેક ગોળ પણ અસ્તિત્વમાં આવેલા છે. અને એ ગોળ પ્રમાણે પોતાના સામાજિક દરજ્જાઓ મુજબ વ્યવહારો કરવામાં આવતા હોય છે.
 આજે આપણે ક્ષત્રિય સમાજ અને એના વાડાઓ – વિભાજનો , અટકો , પેટા અટકો વિષે ચર્ચા કરીયે તો મૂળ લગભગ છઠ્ઠા સાતમાં અમલમાં આવેલા ૩૬ કુળ માં જે જે શાખાના ક્ષત્રિયો અને વર્ગો હતા એનામાં અનેક ગણો વધારો થયેલો જોવા મળે છે. આજે એકલા ગુજરાતમાં જ ક્ષત્રિય સમાજ ૧૧૦ કે એના કરતાં વધુ અટકો અને પેટા અટકોમાં વિસ્તારીત થઈ ગયો છે. મૂળ ક્ષત્રિય શબ્દમાથી આજે રજપૂત , ઠાકોર, દરબાર, વિગેરે જેવા સમૂહો અસ્તિત્વમાં આવ્યા છે. ક્ષત્રિય સમૂહોના આ વર્ગો કોઈક ને કોઈક રીતે એક બીજા સાથે સંકળાયેલા છે. ક્યાક સામાજિક રીતે તો ક્યાક લગ્ન વ્યવહારો થકી. ક્ષત્રિયો વિષે અનેક ઈતિહાસકારોએ ઐતિહાસિક સંદર્ભો થકી પોતાના અભિપ્રાયો અને મંતવ્યો દ્વારા વિસ્તૃત લખાણો પ્રસ્તુત કરવામાં આવેલા છે. એ બાબતે આપણે ઊંડા ઉતરતા નથી. પરંતુ આજે આપણે “ ઠાકોર “ શબ્દ વિષે થોડી ચર્ચા કરીશું. ખાસ કરીને “ ઠાકોર “ શબ્દ ગુજરાત અને એમાય ખાસ કરીને ગુજરાતની ઉત્તર બાજુ એ વધુ પ્રચલિત છે. ઠાકોર શબ્દ થકી ગુજરાતમાં એક સમાજ અસ્તિત્વમાં આવેલો હોય એવું જણાય છે. ઠાકોર એ કોઈ સમાજ નથી પરંતુ ગામધણી કે કોઈ રાજ્યના વડા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. આજે મોટે ભાગે ઉત્તર ગુજરાત ના વિસ્તારો અને ખાસ કરીને બૃહદ મહેસાણા જીલ્લામાં ઠાકોર અટક સૌથી વધારે પ્રમાણમાં પ્રચલિત છે. આ વિસ્તારના ઠાકોરો પોતાની મૂળ શાખ લખવાને બદલે હવે ફક્ત ઠાકોર અટક અને પેટા જાતિ બંને એકજ લખાવે છે. ઠાકોર અટક લખાવાનું ક્યારથી અમલમાં આવ્યું એમાં ઘણા મતમતાંતરો છે. વહીવંચા બારોટ અનેક લખાણો માં ઠાકોર શબ્દ નો ઉલ્લેખ જોવા મળે છે. અંગ્રેજો શાસનકાળ દરમ્યાન અને રાજાવીઓને ઠાકોર સાહેબ કે ઠાકોર તરીકેના દરજ્જા આપવામાં આવેલા છે. એક કથન મુજબ ભગવાન શ્રી ક્રુષ્ણ ને પણ ઠાકોર શબ્દથી  નવાજમાં આવેલા છે. આમ જોવા જઈએ તો ઠાકોર શબ્દ એ કોઈ જાતિ સાથે સંકળાયેલો નથી પરંતુ એક પદવી કે ઉપાધિ છે. માણવાચક શબ્દ છે, મોભો છે, અને આમ આ શબ્દ વજનદાર અને પ્રભાવ પાડે એવો છે. પદવી કે મોભા સાથે સંકળાયેલો આ શબ્દની ઉત્પતિ બાબતે ચર્ચા કરીએ તો મૂળ ઠાકોર શબ્દ, હિન્દી શબ્દ “ ઠાકુર” ઉપરથી ઉતરી આવ્યો છે. ઘણા બધા વિદ્વાનો એ ઠાકુર શબ્દ માટે  સંસ્કૃત્ત શબ્દ “ઠકકુર” ની કલ્પના કરી છે. “ ઠાકુર “ શબ્દ કોઈ પ્રદેશના અધિપતિ, નાયક, સરદાર, જમીનદાર, ગામના ધણી, સ્વામી, ઈશવાર, પરમેશ્વર,ભગવાન વિગેરે અનેક અર્થોમાં વ્યવહૃત થાય છે.(તુલસીદાસ અને જાયસીએ પણ અનેકવાર ઠાકુર શબ્દનો પોતાના પદોમાં ઉપયોગ કરેલો છે. )  તુર્કી ભાષાના તેગિન” શબ્દ યુપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે, સ્વામી યા માલિક. મહાન ઈતિહાસકાર ડો સુનીત કુમાર ચાટુર્જી “ઠાકુર” શબ્દ ને “ તેગિન” શબ્દમાથી વ્યુપ્ત થયેલો માને છે. ભાષા વિજ્ઞાનના અધ્યેયતા આ વાતને ભલી ભાતી માને છે કે શબ્દોના ગ્રંથોમાં જેવી રીતે ઉત્કર્ષ થાય છે એમ અપકર્ષ પણ થતું હોય છે. ઈશ્વર યા સ્વામી ના અર્થમાં પ્રયુક્ત ઠાકુર” શબ્દ બંગાળના પરિપેક્ષ્યમાં જોઈએ તો ત્યાં “ રસોઈયા” માટે પ્રયોજવામાં આવે છે. રાજસ્થાન બાજુ “ નાયી” જાતિના લોકો પણ “ઠાકુર” યા “ ઠાકોર” શબ્દનો ઉપયોગ કરે છે. **(મરુભારતી , એપ્રિલ 1960, વર્ષ 8 , અંક 1, પુષ્ટ-132 )

 “ ઠાકુર” શબ્દ ને ડો. સુનીત કુમાર ચાટુર્જી કહે છે કે,  તુર્કી ભાષા ના “ તેગિન “ શબ્દ ઉપરથી ઉત્પન્ન થયેલો માને છે પરંતુ ઠાકુર શબ્દ તેગિન ઉપરથી ક્યારે અને કેવી રીતે બન્યો અને ભારતના પશ્ચિમ ભાગમાંથી પૂર્વ ભાગ બાજુ કેવી રીતે ફેલાઈ ગયો, એ વિષે કેમ કોઈએ કેમ વિચાર્યું પણ નથી ? ઠાકુર શબ્દ તુલસીદાસ અને અને જાયસી જેવા વિદ્વાનોના સમય પહેલાં પણ અધિક પ્રાચીન છે. અને દસમી સદી યા સંભવતઃ તેનાથી પણ પૂર્વેના  કેટલાક શિલાલેખોમાં ઠાકુર ઉલ્લેખ મળી શકે છે. તેમજ અનેક ક્ષત્રિયેતર જાતિઓ પણ છે. કુવલય માળા  કથા ( રચનાકાળ-૭૭૮ ઇ.સ. ) માં એક જીર્ણ ઠક્કુર(ઠાકુર)  નું રોચક વર્ણન છે. આ કથાના વર્ણન મુજબ તેનો પુત્ર એટલો સ્વમાની હતો કે વાત વાતમાં નાની નાની વાતોમાં પણ તલવાર ઉપાડતો હતો. હરિભદ્ર સૂરી ( સન. ૭૦૦-૭૦૧ ) એ પણ “ સમરાઈન “ વાર્તામાં ઠકકુર શબ્દ નો પ્રયોગ કરેલો છે. આથી એતો પ્રમાણિત થાય છે કે આઠમી સદીમાં ઠકકુર ( ઠાકુર) શબ્દનો પ્રયાપ્ત પ્રચાર થયેલો છે. આમ કહી શકાય કે ઠકકુર વિદેશી નથી પણ ભારતીય છે.  ( ડો. દશરથ શર્મા – મરુભારતી 1960 )  

 ગુજરાતમાં વપરાતો ઠાકોર શબ્દ “ ઠાકુર “ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ઠાકુર ઉપરથી ઠાકોર થયું અને ઠાકોર નું અપભ્રંશ ઠાકરડા પણ થયું છે. ગુજરાત સરકારના ૧૯૭૪ માં રચાયેલા બક્ષિપંચ ના અહેવાલમાં આર્થિક રીતે પછાત રહી ગયેલા સમાજ કે વર્ગ સમૂહોને સરકારી યોજનાઓ અને નોકરીઓમાં લાભ આપવા અને સમાન હક્કો મળી રહે તેમજ સમાજિક દરજ્જો પણ જલવાઈ રહે એ માટે ૧૯૭૮ ના ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના ઠરાવથી લાભાન્વિત કરવામાં આવેલ છે. એ જ રીતે ભારત સરકારે પણ લાભો આપવા માટે સમસ્ત ઠાકોર સમાજને ઓબીસી વર્ગમાં સમાવેશ કરેલો છે. જે વર્ગોએ ઓબીસી નો લાભ નથી લીધો એ વર્ગોને સરકારી યોજનાઓથી વંચિત રહેવું પડે છે. પૂર્વે પોતાની ક્ષત્રિય શાખ લખાવતા હતા આજે મોટે ભાગે ઠાકોર અટક લખાવતો ક્ષત્રિય સમૂહ વર્ગ ઉત્તર ગુજરાત બાજુ વધુ જોવા મળે છે. ઐતિહાસિક કથનો મુજબ પોતાના પૂર્વજોના મોભા અને પદવી ને આધીન રહીને પોતાના બાપ દાદાઓની પદવી કે મોભાને વળગી રહીને પોતાની ઓળખ કે અટક “ ઠાકોર” તરીકે આપે છે. ભગવાન શ્રી ક્રુષ્ણ માટે પણ ઠાકોર શબ્દ વપરાય છે, “ ડાકોર નો ઠાકોર “ ક્યાક ઠાકોર નું અપભ્રંશ ઠાકર પણ થયું છે અને કાળિયો ઠાકર એમ પણ પ્રયોજન થાય છે.  વર્તમાનમાં આ સમૂહોના ઘણા વર્ગો રજપૂત અને દરબાર તરીકે પણ પોતાને ઓળખાવે છે. આમ જે પણ કારણ હોય શકે, પરંતુ સ્વામાની અને લડાયક એવી આ પ્રજા પોતાને ઠાકોર તરીકે ઓળખાવામાં ગર્વ અનુભવે છે. મોટે ભાગે હવે ઠાકોર શબ્દ જાતિવાચક થયેલો જોવા મળે છે. સંભવતઃ આગલા ૨૫ વર્ષ પછી કોઈપણ ક્ષત્રિય ની ઓળખાણ ફક્ત ઠાકોર શબ્દ થકી જ રહેશે. એનું કારણ એ છે કે હવે તમામ સમાજો પોતાની ઓળખાણ, પરમાર, સોલંકી, ચૌહાણ, વાઘેલા, મહિડા, ડાભી, મકવાણા,જાદવ, વિગેરે થી આપે છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે ઠાકોર શબ્દનો જેટલો વધુ વિસ્તાર થશે એમ સમાજનો વિસ્તાર પણ થશે અને સમાજ સંગઠિત પણ થશે. જય હો.
સંદર્ભ : સાંસ્ક્રુતિક ગુજરાત, અનુવાદિત લેખક : ગોપાલ નારાયણ બહુરા (૧૯૮૩)
ભવાનસિંહ ઠાકુર. શ્રાવણ વદ- આઠમ (૮) સંવત -૨૦૭૫, તા. ૨૪-૦૮-૨૦૧૯,

ટિપ્પણીઓ

Nik vaja એ કહ્યું…
ભાઈ કોળી લોકો ક્ષત્રીય માં આવે કે નહી
ભવાન સિંહ ઠાકુર એ કહ્યું…
કોળી સમાજ પણ લડાયક જાતિ છે

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ક્ષત્રિય જાતિઓ અને વસવાટ

ઇતિહાસ અને સમાજ

ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ઠાગા નૃત્ય અને પટા ખેલવા