આશાવલ યા કર્ણાવતી

 વિદાય લેતા વિક્રમ સંવત-2074 અને  સમૃદ્ધિના અપાર ભંડારો સાથે દેદીપ્યમાન સુરજ દેવા કિરણોથી સજાયેલ માં ધરતીમાતાના ખોળાને ખૂંદવા ફરીથી વિક્રમ સંવત-2075 ના સુપ્રભાતે વંદન કરીને સમાજના સૌને ઝાયણીના ઝવાર સાથે ઝાઝા કરીને રાંમ રાંમ અને નવવર્ષ સૌના માટે અનેક આશાઓના ઉજળા ભવિષ્યનું નિર્માણ કરે એવી શુભ કામનાઓ। 

મિત્રો આજે આપણે હાલના અમદાવાદ અને પૂર્વકાળમાં જેનું નામ આશાવલ કે કર્ણાવતી હતું એવા ગુજરાતના આ સૌથી મોટા શહેર વિષે જાણીયે। કોઈપણ સમાજ હોય કે ગામ હોય કે જાતિ હોય એનો ઇતિહાસ જાણવો જરૂરી હોય છે. તો મિત્રો ચાલો આપણે હાલના અમદાવાદ કે કર્ણાવતી કે આશાવલ વિષે ઐતિહાસિક મહત્વને જાણીયે। હાલમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો વિચાર વહેતો થયો છે તો આ બાબતે આપણે કરણાવતી- આશાવલી  નગર ની ઐતિહાસિક માહિતી મેળવીયે। આજથી એક હજાર વર્ષ પૂર્વે હાલનું અમદાવાદ એટલે કે આશાવલ નામનું આ નગર એક સમૃદ્ધ નગર હતું। આશા નામના ભીલોના રાજા એ આ નગરની સ્થાપના લગભગ અગિયારમી સદીમાં કરેલી હતી. આથી આશા નામના ભીલ રાજાના નામ ઉપરથી હાલના અમદાવાદનું નામ આશાવલ રાખવામાં આવ્યું હતું। ગુજરાતમાં રાજપૂત રાજાઓનું શાસન આવ્યું એ પહેલાં ગુજરાતમાં ભીલ અને કોળી રાજાઓના રાજ્યો હતાં એવા ઘણાં ઐતિહાસિક પુરાવા જોવા મળે છે. એ સમયના પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતની એક સારું અને સમૃદ્ધ નગર હતું। પુરાતત્વ વિભાગ દ્વારા સંશોધિત થયેલ પુરાવા મુજબ આશાવલ નગરની સ્થાપના અગિયારમી સદીમાં ભીલ રાજા આશા ભીલે સાબરમતી નદી કિનારે કરેલ હતી. આશાવલ નગરમાં બ્રાહ્મણ અને જૈન ધર્મના મંદિરો હતા. 

એ સમયે અણહિલવાડના સોલંકી રાજાએ આશા ભીલ  સામે યુદ્ધ જાહેર કરેલું।   આશાવલ ઉપર ચડાઈ કરીને અણહિલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશા ભીલ ને પરાસ્ત કરેલો ત્યારબાદ આશાવલ નગરનું નામ રાજપૂત રાજ કર્ણદેવે પોતાના નામ ઉપરથી કર્ણાવતી કરેલું। સોલંકી રાજાઓનું રાજ્ય લગભગ 13મી સદી સુધી ચાલેલું। 
ત્યારબાદ કર્ણાવતી નું શાસન ધોળકાના વાઘેલા કુળના રાજાઓના હાથમાં આવ્યું। ત્યારબાદ 1411 માં ગુજરાતમાં મુસ્લિમ શાસકોના આક્રમણો થવાથી મુસ્લિમ સુલતાન અહમેદ બેગડાએ આશાવલ-કર્ણાવતી નું નામ બદલીને પોતના નામ ઉપરથી અહમદાબાદ કરી નાખેલું। મુસ્લિમ શાસકો તલવારની ધાર ઉપર સત્તા હાંસલ કરતા હતા એ જાહેર છે. આમ હજારો વર્ષોથી મૂળ ભારતના નિવાસી રાજાઓના નામ ઉપથી ગુર્જર ધરાના આ ઐતિહાસિક નગરનું નામ તલવારની ધાર ઉપર સુલતાને અહમદાબાદ કરી નાખેલું। એ સમયે મુસ્લિમ શાસકો સામે કોઈપણ ક્ષત્રિય રાજા એ એક થઈને સંપ કરીને સામનો કરેલો હોય એવું જણાતું નથી. જો એ સમયના ભીલ રાજાઓ અને રાજપૂત રાજાઓ એક થઈને મુસ્લિમ આક્રમણકારીઓ સામે પડ્યા હોટ કે પ્રતિકાર કર્યો હોત તો કદાચ હાલનું અહમદાબાદ, આશાવલ કે કર્ણાવતી જ હોત।  પરંતુ આપણી કમનસીબી એ હતી કે એ સમયે ત્યારના રાજપૂત અને ભીલ રાજાઓ પણ એક બીજા સામે લડવામાં અને એકબીજાના રાજ્યો પડાવી લેવામાં જ મસ્ત હતા. 

 કહેવાય છે કે 

જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા 


આ કહેવત ઉપરથી અહમદ બેગડાએ અહીં અહમદાબાદ ની સ્થાપના કરેલી. પરંતુ આ કહેવત અસ્તિત્વમાં આવી એ પહેલા પણ આશાવલ ના ભીલ પ્રજા પહેલેથી બહાદુર અને ચતુર હતી. આપણે હંમેશા પરદેશી આક્રમણકારીઓ ના ગુલામ થતા આવ્યા છીએ જેના કારણે કેટ્લીક કહેવતોના પણ ગુલામ થતા આવ્યા છીએ. જે દેશ અને જે પ્રદેશની પ્રજા હજારો વરહોથી ચતુર અને બાહોશ તેમજ લડાયક હતી જ।  તો પછી શા માટે આપણે સુલતાઓની ગુલામીમાંથી બહાર આવતા નથી. આ દેશમાં આર્યો આવ્યા એ પહેલાં ભીલ પ્રજા આવી હતી. સમગ્ર ભારત વર્ષમાં ભીલ રાજાઓના રાજ્યો અસ્તિત્વમાં હતા. પરંતુ આપણી માનસિકતાના કારણે એક લડાયક અને દેશપ્રેમી જાતિને પ્રજાને આપણા શાસકોએ બાજુ પર  એટલે કે હાંસિયામાં ધકેલી દીધી। નીચી દેખાડવા માટે આવી બાહોશ અને લાડયાક પ્રજાને અપમાનિત કરવામાં આવી. જેના કારણે ભીલ અને રાજપૂત રાજાઓ એકબીજાના કાયમી દુશ્મનો બનવા લાગ્યા। પરિણામ એ આવ્યું કે ભીલ પ્રજા રાજ્યસત્તામાંથી બહાર ફેંકાઈ ગઈ. રાજપૂત રાજાઓ શાસકો બન્યા અને છેલ્લે આપણે લગભ આઠસો વર્ષ સુધી પરદેશી આક્રમણકારીઓના ગુલામ બન્યા। બાકી જો ભારત વર્ષની આદિ જાતિઓનો જે તે સમયના રાજાઓએ સૈનિકો કે રાજ્ય રખેવાળો તરીકે કે પછી રાજ્ય ભાગીદારીમાં ઉપયોગ કર્યો હોત તો કદાચ ભારત ગુલામ ના બન્યું હોત. આજે આપણે જેને ભીલ કે કોળી તરીકે ઓળખીયે છીએ એ વાસ્તવમાં એક મહાન અને લડાયક પ્રજા છે. ભારતના મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં એ સમયે વિશાળ સમુદ્રી સેના હતી. એ સમુદ્રી સેનામાં બીજા કોઈ નહિ પણ આપણે જેને કોળી, ખારવા કે માછીમારો કહીએ છીએ એ પ્રજાના મહાન યોદ્ધાઓ હતા. શિવાજી છત્રપતિ ના સેના નાયક વીર તાનાજી માલસુરે પણ કોળી- ખારવા સમાજના યોદ્ધા હતા. મિત્રો કદાચ ઘણા બધાને ખબર નહિ હોય કે તાનાજી માલસુરે પોતાના પુત્રના લગ્નના શરણાઈના ઢોલ વાગતા હોવા છતાં પણ, શિવાજી મહારાજના એક સંદેશાથી કોંડાણા ના કિલાંને જીતવા માટે યુદ્ધ કરવા પહોંચેલા। એ જ રીતે મહારાણા પ્રતાપની સેનાના સેનાપતિ પણ ભીલ સમાજના પુંજાજી રાણા ભીલ હતા. હજારો વર્ષ પહેલા પણ ભગવાન રામને મદદ કરનાર મોટા ભાગના ભીલ જાતિની પ્રજા હતી. પાંડવો ને વનવાસ દરમ્યાન સૌથી વધારે મદદ જંગલની વનવાસી પ્રજાએ કરી હતી. આજે આપણે જેને વીર અને દૈવ પુરુષ તેમજ ભગવાન તરીકે જેને પૂજીએ છીએ અને આપણી પેઢી માટે માનતાઓ કે બાધાઓ માનીએ છીએ એ મહાભારતના મહાન યોદધા એવા બળિયા  દેવ કે બર્બરિક દેવ એ પણ ભીલ માતાના સંતાન હતા. કુરુવંશ જેનાથી આગળ વધ્યો એ વેદવ્યાસના માતા પણ એક નાવીકના સંતાન હતા. 

 મિત્રો મૂળ વાત ઉપર આવીયે તો હાલના અમદાવાદના નામ બાબતે છેલ્લા 20 વર્ષથી નામ બદલવાની વાતો વહેતી થયેલી છે અને એ બાબતો પ્રત્યે જે તે સમયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી  છે. આથી અહમદાબાદ નું નામ કર્ણાવતી કે આશાવલ જે ભૂતકાળમાં હતું એ નામ થવું જરૂરી છે। કારણ કે અહમદબાદ નામ ગુલામીનું પ્રતીક છે. તલવારનીની ધાકથી રાખવામાં આવેલ નામ છે. 

   આથી હાલના અહમદાબાદનું નામ બદલીને આશાવલ કે કર્ણાવતી રાખવામાં આવે એવી સમસ્ત મૂળનિવાસી ગુજરાતી પ્રજાને પોતાના રાજાઓની જાહોજલાલી પ્રત્યેની યાદ ને કાયમ માટે પોતાના માણસપટલમાં માન સન્માન સાથે જોડાયેલી રહેશે। આપણે ગુલામીના એક કાળામાંથી બહાર આવીશું। માટે કર્ણાવતી નામ રાખવામાં આવે એ આજના સમયની તાતી જરૂરિયાત છે. કર્ણાવતી નામ આપણા શાસકો સાથે જોડાયેલી સ્મૃતિ છે. સંસ્કૃતિ છે, ધરોહર છે. ઇતિહાસ છે. ભીલ રાજાઓ હોય કે રાજપૂત રાજાઓ હોય, છેવટે તો મૂળનિવાસીઓ નો હક બને છે કે પોતાના પૂર્વજો ના ઇતિહાસને સરકાર પણ, આપણી ધરોહર ને ક્યાંક કાયમી સાચવી રાખે અને સાથે સાથે આપણે પણ આવી ધરોહર કે અસ્મિતાને સાચવી રાખવા માટે વર્તમાન શાસકોને મદદ કરીએ એવું મારું માનવું છે.

 મારુ અંગત માનવું છે કે ગુજરાતના અન્ય શહેરો જેમકે વડોદરાનું વડોદરા જ હોવું જોઈએ, બરોડા નહિ, ખેડા નું ખેડા જ રહેવું જોઈએ ખૈરા નહિ, ભરૂચનું બ્રોચ ના હોવું જોઈએ, મહેસાણાનું મહેસાણા જ હોવું જોઈએ, મેહસાણા નહિ, કચ્છનું કટચ ના હોવું જોઈએ। આપણે જાણી જોઈને ગુલામીના માનસમાંથી બહાર આવવા માંગતા નથી કારણ કે આપણે વધુ પડતા શિક્ષિત થઇ ગયા છીએ. ગુજરાતના શાસકોના જાહોજલાલી અને સમૃદ્ધિના પ્રતીક સમા આપણા પૂર્વજીની કાયમી ઓળખાણ ને અમર બનાવવું હોય તો આશાવલ કે કર્ણાવતી રેકોર્ડમાં હોવું જરૂરી છે, અહમદાબાદ નહિ. જય ભવાની। 

તારીખ। 09-11-2018                                                         લેખન અને સંપાદન : શ્રી ભવાનસિંહ ઠાકુર 
શુક્રવાર                                                                             સંપર્ક સેતુ : 9427063224 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ક્ષત્રિય જાતિઓ અને વસવાટ

ઇતિહાસ અને સમાજ

ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ઠાગા નૃત્ય અને પટા ખેલવા