જન્માષ્ટમી ની શુભ કામનાઓ. જય શ્રી ક્રુષ્ણ .

ભગવાન શ્રી ક્રુષ્ણ ગીતાના ૧૩ માં શ્લોકમાં કહે છે કે,

चातुर्वर्ण्य मया सुष्ठम गुणकर्मविभागश: ।
तस्य कर्तारमपि मां विध्दियकर्तारमव्ययम ॥

સારાંશ : - ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ-સમાજના ચાર વર્ણોની રચના મે કરી છે. જો કે હું આ વ્યવસ્થાનો સ્ષ્ટા છુ, તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છુ.
ભગવાન દરેક વસ્તુના રચઈતા છે. દરેક વસ્તુ તેમનામાથી જ ઉદભવે છે અને દરેકનું તેમના દ્વારા પાલન થાય છે અને પ્રલય પછી દરેક વસ્તુ તેમની અંદર લય પામે છે. તેઓ જ સમાજ- વ્યવસ્થાના ચાર વર્ણોના સર્જક છે. જેમાં સરવા પ્રથમ બુદ્ધિમાન વર્ગ આવે છે જે સત્વગુણ પ્રધાન હોવાથી પારિભાષિક રીતે બ્રાહ્મણ કહેવાય છે. બીજો વર્ગ શાસનકર્તાઓનો હોવાથી ક્ષત્રિય કહેવાય છે. વૈશ્ય વર્ગ રજોગુણ અને તમોગુણના મિશ્રગુણમાં સ્થિત હોય છે. જ્યારે શુદ્રો અર્થાત શ્રમિક વર્ગના લોકો ભૌતિક પ્રકૃતિના તમોગુણમાં રહેલા હોય છે. મનુષ્ય સમાજના આ ચાર વરગોનું સર્જન કરવા છતાં ભગવાન શ્રી ક્રુષ્ણ આમાંના કોઈપણ વર્ગમાં કે વિભાગમાં નથી. ભગવાને ચાર વર્ણોની રચના એટલા માટે કરી છે કે મનુષ્ય ને પશુ કક્ષામાંથી ઉન્નત કક્ષામાં લઈ જઇ શકાય. દરેક ને પોતાના કર્મો પ્રમાણે અસ્થાયી રીતે વિભાજિત કરી વર્ણોની રચના ભગવાને કરેલી છે. જેથી કોઈપણ મનુષ્ય પોતાની રીતે કર્મ કરીને મહાન બની શકે. જો બ્રાહ્મણ હોવા છતાં પણ તેનામાં સત્વગુણ ના હોય તો એ બ્રાહ્મણ ના કરી શકાય એજ રીતે જો કોઈ ક્ષત્રિય હોય અને તેનામાં અન્ય સમાજો પ્રતે લાગણી કે માન સંમાનની ભાવના ના હીય કે બીજાનું રક્ષ્ણ કરવાના ગુણો ના હોય તો એ ક્ષત્રિય કહેવાને લાયક નથી.
મિત્રો આજે આપણે સૌ ક્ષત્રિય હોવાની વાત કરતાં હોઈએ છીએ, ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એ બાબતે પણ વિચારવું જોઈએ કે આપણામાં ક્ષત્રિય તરીકેના કેટલા ગુણ છે અને અને એ ગુણો નો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ ? આપણે આપણાં કર્મને ભૂલી ગયા છીએ. આપણે જેટલા શિક્ષિત થતાં જઈએ છીએ તેટલા જ આપણાં મૂળ કર્મો અને સિદ્ધાંતો થી દૂર થતાં જઈએ છીએ. આપણે ફકત આપણું જ વિચારતા થઈ ગયા છીએ. અન્યોનું અપમાન કરવું કે તેને હડધૂત કરવું એ એક સાચા ક્ષત્રિયની કર્મ નથી. આપણે અનેક વાડાઓમાં વિભાજિત થતાં જઈએ છીએ. એનું કારણ એ છે કે આપણે આપણાં મૂળભૂત સિધ્ધાંતોને બાજુ પર કરી દીધા છે. ભગવાન શ્રી ક્રુષ્ણ એ ગીતામાં કહેલાં સિન્ધાંતોને ભૂલી ગયા છીએ. ભગાવને પોતાના માટે ક્ષતિય , બ્રાહ્મણ , વૈશ્ય કે શુદ્દ્ર છું એવું ક્યારેય કહયું નથી, એ તો બધા જ વર્ણોના અભિયાનતા છે. ક્ષત્રિય પણ છે, બ્રાહ્મણ પણ છે અને વૈશ્ય તેમજ શુદ્ર પણ પોતે જ છે. આપણે આપણાં કાર્યો કરવામાથી પાછા હઠી જતાં હોય એવું થઈ રહ્યું છે. આપણે ક્ષત્રિય તરીકે પોતાને માનતા હોઈએ ત્યારે આપણે પોતે એક રક્ષકની ભૂમિકા અદા કરવી જરૂરી છે. આજે સમાજમાં અનેક ભાગલાઓ પડેલા છે, સમાજ કુરિવાજો અને ખોટા ખર્ચા માઠી બહાર આવી શક્યો નથી. દીકરીઓને પૂરતા હક્ક આપી શકતા નથી, દીકરી વિધવા થાય તો પુનઃ લગ્ન જેવા મધ્યયુગના રિવાજમાથી મુક્ત થઈ શકતા નથી, દારૂ અને વ્યસનો તેમજ જુગાર જેવા અધમ કૃત્યો ની જકડમાથી છૂટી શક્યા નથી, ભાઈ ભાઈ વચ્ચે અને પરિવાર પરિવાર વચ્ચેના ઝ્ગડાઓ વધતાં જાય છે, માતા પિતાની આજ્ઞાને અનુસરવાનું બંધ થતું જાય છે, આવા અને દુર્ગુણો થી આપણે ઘેરાઈ ગયા છીએ. આવા બધા દૂષણો ને મહાત કરવા એ પણ ક્ષત્રિય ધર્મ નો ઉદ્દેશ્ય જ છે. કોઈપણ સમાજ કે સંગઠન ત્યારે જ એક અને મજબૂત થઈ શકે છે, જ્યારે એ સમાજમાં સામાજીક વાડાઓ ના હોય, ઊંચનીચના બંધનો ના હોય, દીકરા - દીકરીઓને શિક્ષણ નો સરખો ભાગ હોય, સમાજ એકતા માટે ગોત્ર ભેદ કે જાતિ ભેદ ના હોય. આ બધા ભેદભાવો ને દૂર કરવા એ પણ ક્ષત્રિય ધર્મ નો જ સિંદ્ધાંત છે. એનું ઉદાહરણ ભગવાન શ્રીક્રુષ્ણ પોતે જ છે.

મિત્રો આજે આપણે બધા ભગવાન શ્રી કૃષણ ની જન્મ તિથિની ઉજવણી કરીએ છીએ ત્યારે અને એક બીજાને શુભેચ્છા સંદેશાઓની આપલે કરીએ છીએ ત્યારે ભગવાને ગીતમાં જે જે કહ્યું છે એ પ્રમાણે વર્તન કરીએ, ઊંચનીચના ભેદભાવોને દૂર કરીએ, સમાજની મહિલાઓને સરખા અધિકારો આપીએ, કુરિવાજો ડૂયર કરવા આગળ આવીએ અને સમાજ પૂર્ણ રીતે શિક્ષિત બને અને સમાજના છેવાડાના વ્યકતીને સામાજિક પ્રક્રિયાનો લાભ મળે એવા કર્યો માટે આગળ આવીશું તો જન્માષ્ટના તહેવારની ઉજવણી કરીએ છીએ એ સાર્થક ગણાશે. જન્માષ્ટમી ની શુભ કામનાઓ. જય શ્રી ક્રુષ્ણ .

#### ભવાનસિંહ ઠાકુર #### ૯૪૨૭૬૩૨૨૪

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ક્ષત્રિય જાતિઓ અને વસવાટ

ઇતિહાસ અને સમાજ

ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ઠાગા નૃત્ય અને પટા ખેલવા