ઇતિહાસ અને સમાજ

      ઇ.સ.પૂર્વે હજારો વર્ષ પહેલા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા હાલની આ વર્તમાન સુષ્ટિની રચના કરી અને વનસ્પતિ જગતની સાથે પ્રાણી જગતનું પણ અવતરણ કર્યું.આ પ્રાણીઓમાં ફક્ત માનવમાત્ર ને ભગવાને વિચાર કરવાની શક્તિjબક્ષી. આ વિચાર શક્તિને કારણે માનવોએ પોતાના કૌશલ્યોથી સુષ્ટિ ઉપર માનવ મનનું ખેડાણ કરીને વિવિધ સંસ્કૃતિઓને જન્મ આપ્યો.વિશ્વની નદીઓને કિનારે અંકુરિત થયેલી આ વૈવિધ્ય પૂર્ણ સંસ્કૃતિના વિકાસ કાળના ચક્ર સાથે સાથે ભગવાને રચેલી સુષ્ટિને નવરંગ આપ્યો.જેમ જેમ સમય ગયો તેમ તેમ આ માનવે સમયના વહેણ સાથે પોતાનામાં રહેલા વિશિષ્ટ ગુણો અને કૌશલ્યથી વિશ્વને પરિવરતનશીલ અને નિરાલુ રૂપ આપ્યું.અગણિત ઘટનાઓ અને હકીકતનો આવિષ્કાર થતો ગયો.આમ થવાથી જે તે માનવ સમાજની વ્યવસ્થાઓ ઉપર અસરકારક પ્રભાવ પાડ્યો.

  જેથી આ સુષ્ટિને એક અનુપમ અને અકલ્યપ્ય ઇતિહાસનું સ્વરૂપ મળ્યું. ઇતિહાસ એટલે પારંભકાળથી આજ પર્યંત આવિષ્કાર પામેલી ઘટનાઓ અને હકીકતોનો સંગ્રહ.

  વિશ્વનો ઇતિહાસ વૈવિદ્યાતાપૂર્ણ થી ભરેલો છે. અને એમાંય ખાસ કરીને ભારત દેશનો ઇતિહાસ તો અનેક વૈવિધ્યતા પૂર્ણ થી અને અનેક સંસ્કૃતિઓથી સભર છે. ભારત દેશ ભવ્ય સંસ્કૃતિઓ અને પરંપરાઓ થી વિશ્વભરમાં જાણીતો છે. આ દેશ સૂર્યવંશી કુળના મહાન પ્રતાપી રાજા માંધાતા ના કેટલીક પેઢીઓ પહેલાના પ્રતાપી રાજા ભરત ના નામ ઉપરથી પડ્યું છે. જે પાછળથી ભારત દેશ તરીકે પ્રખ્યાત થયું. આ એજ આર્યાવર્ત દેશ છે, જે ભારત તરીકે નામના પામ્યું છે.

 આર્યાવર્ત પ્રદેશ તેની પ્રજા, ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ અને માન આદર માટે હજારો વર્ષોથી જાણીતો છે.આ દેશમાં આવેલા ગુર્જરો અને ગુર્જર પ્રદેશથી ઓળખાતો ભારતનો પશ્ચિમ અને દરિયા કિનારા ઉપર આવેલો પ્રદેશ એટલે ગુજરાત. આ ગુર્જર પ્રદેશ એટલે ગુજરાત.

 ઇક્ષવાકુ ફૂલની કેટલીયે પેઢીઓ અને સૂર્યવંશી તેમજ ચંદ્રવંશી અને અગ્નિવંશી કેટલાય ક્ષત્રિય કુળો  એ આ દેશની સતત ચિંતા કરી છે.

 સમયના વહેતા પ્રવાહમાં કાળની ખંજર બજતી રહી. કેટલિય સંસ્કૃતિઓ અને તેની નિત નવી ગાથાઓ ગાતી રહી. એજ રીતે ક્ષત્રિય કુળો પણ પોતાની સર્વોપરિતા સાબિત કરતા રહ્યા. બ્રહ્મા ના સુષ્ટિ સર્જનને કારણે કેટલીક સામાજિક સમરસ્તાઓ  માટે માનવ જાતને ચાર વિભાગમાં રચના કરી જેથી વહિવટ અને કામગીરી તેમજ જીવન જરૂરિયાત માટે ની વિવિધ પ્રવૃતિઓ ને સાકાર કરી શકાય.

  વિવિધ સામાજિક વિભાજનો થકી, બ્રાહ્મણ, ક્ષત્રિયા, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણો અસ્તિત્વમાં આવ્યા. આ ચારે વર્ણો ને અલગ અલગ કામગીરી અને સેવા કર્યો સોંપવામાં આવ્યા. જેમકે લડાયક પ્રજાને રક્ષણ કરવાની અને શાસન કરવાની કામગીરી સોંપવામાં આવી. પાછળથી આ લડાયક પ્રજા ના કેટલાક સરદારો કે મુખીયા રાજા, મહારાજા, ઠાકુર, જાગીરદાર, દરબાર તરીકે જાણીતા થયાં.વ્યવસ્થાના ભાગરૂપે કામગીરી દરેકને વહેંચવામાં આવી હતી. રાજા કે મહારાજા ને શાસન કરવામાં સરળતા રહે એ માટે ચારેય વર્ણના લોકોને ભાગીદારીમાં લેવામાં આવતા હતા.

  પરંતુ સમય કોઈની રાહ જોતો નથી, અને સમયના વહેતા પ્રવાહમાં કાળની ખંજરો વાગતી રહી,તેમ તેમ કુદરત અને માનવસર્જિત આપત્તિઓ એ સમાજ જીવનને અનેક હિસ્સાઓમાં છિન્ન ભિન્ન કરી નાખ્યું.

આગળ જતાં કેટલાય રાજવીઓએ પોતાના સ્વબળે પોતાની તાકાતની સાથે સાથે સત્તા પણ વિસ્તરીત કરીને અન્ય નાના નાના રાજવિઓને નતમસ્તક અને બંદી બનાવીને પોતાની જોહુકમી પ્રજા ઉપર ઠોકી બેસાડી.

 આમ થવાથી ક્ષત્રિયકુલો અનેક હિસ્સાઓમાં વિભાજીત થવા લાગ્યા. કેટલાક રાજવીઓ મોટા મહારાજાઓ બની ગયા તો કેટલાક એક બે ગામના ઘણી બનવાને લાયક રહ્યા. મૂળ કારણ ક્ષત્રિઓની અંદરોઅંદર ની લડાઈઓના કારણે કેટલાક ક્ષત્રિયો પદશચુત થઈ ગયા. કેટલાક રાજાઓ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ અંગીકાર કરી લીધો.

 સમય પોતાની પ્રબળ તાકાતની સામે ભલભલાને ઢીંચણએ બેસાડી દે છે. ક્ષત્રિયો ની તાકાત અને સત્તા આઠમવા લાગી. જેથી પશ્ચિમના કેટલાક વિધર્મી યવાનો, શકો અને હુનોએ ભારતપાર્વ ઉપર આક્રમણો શરૂ કર્યા અને આર્યાવરતની સંસ્કૃતિ અને ઇતિહાસ તેમજ આર્થિક તાકાતને વેરણછેરણ કરી નાખી. પ્રજા ભયભીત થઈ ગઈ. ક્ષત્રિયા રાજાઓ પોતપોતાના વાડાઓ બનાવવા લાગ્યા. જેના કારણે ક્ષત્રિયો ના બે ભાગ પડી ગયા અને છત્તીસ કુલ નામનો ક્ષત્રિયોનો નવો ચોકો રચાઈ ગયો. આ પરિસ્થિતિ ઇ.સ. નવમી સદીમાં નિર્માણ પામી. જેનાથી જે જે ક્ષત્રિયો આ છત્તીસ ગોળ મા સમાવીશષ્ટ થાય તેમના વંશજો જતા સમયે રાજપુત્રો અને એનું અપભ્રંશ રાજપૂત થયો. આમ અહીંથી રાજપૂત નામનો એક નવો સમાજનું ઉદ્ભવ થયો. ક્ષત્રિયા કુળના વિભાજનથી તેમના વચ્ચેની તિરાડ વધુ પહોળી થતી ગઈ. કેટલાક ક્ષત્રિયો પોતાને મન ફાવે તેવા વ્યવહારો કરવા લાગ્યા. તેમ છતાં એમની ખુમારી અને ક્ષત્રવટ તો અકબંધ રહ્યો.

 આમ છતાં માનવસર્જિત આપત્તિઓનો સામનો કરીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા આજે આ સમાજ અડીખમ વડલાની જેમ હયાત છે. કેટલાય યુદ્ધોનો સામનો કરીને પોતાની પ્રજાને સુરક્ષિત રાખવા માટે આ શૂરવીર ક્ષત્રિયો એ મા ભોમને લાંશન લાગે એવી પ્રવૃત્તિઓને ક્યારેય સાથ આપ્યો નથી.

સમયના વહેણ સાથે  સૂર્યવંશ અને ચંદ્રવંશીઓ પછી આ ગુર્જર ધારા ઉપર અગ્નિવંશીઓ જેવા કે પરિહાર, પ્રતિહાર, પરમાર,ચૌહાણ અને સોલંકી શાખાઓના રાજવીઓ તેમજ ઋષિ વંશના શાસકોએ પોતાના રાજવાડાઓ ની સ્થપાના કરી.

ખાસ કરીને અગ્નિવંશી રાજાઓ જેવા કે રાજા વિક્રમ અને સોલંકી રાજાઓનો દબદબો આ ગુર્જર ભૂમિ ઉપર સૌથી બધારે પ્રમાણમાં રહ્યો.

 પરમાર રાજાઓમાં સૌથી મોટો પ્રતાપી રાજા વીર વિક્રમનું શાસન આખા ભારત દેશ ઉપર હોવાનું કહેવાય છે. પરમાર વંશની મૂળ નગરી ચંદ્રાવતી થી લઈને મળવા, ધાર,ઉજૈન, ગુજરાત અને સિંધ સુધી પરમાર વંશીઓનો દબદબો છેક સુધી યથાવત રહ્યો. ઉત્તર ગુજરાત ના પ્રહલાદનદેવ પરમાર કે જેમણે હાલના પાલનપુર ની સ્થાપના કરેલી. બીજા પરમાર રાજા ધરણીવરહે  ધરનીધાર ની સ્થાપના કરેલી.જે આજનું ધરનીધાર મહાદેવનું મંદિર એનો પુરાવો છે. પરમાર વંશી જગદેવ પરમાર કે જે સિદ્ધરાજ સોલંકીની સમકાલીન હતા જેમના વંશજો બારડ તરીકે ઓળખવા લાગ્યા અને માતાજીને દાનમાં મસ્તક આપ્યા પછી ખેરના લાકડા સાથે પુનર્જીવિત થવાથી જગદેવ પરમારની કેટલીક પેઢીઓ ખેર પરમાર તરીકે પણ ઓળખાઈ. જગદેવ પરમારની કેટલીક પેઢીના વંશજો સિંધ અને થારપાર્ક થઈ સુરાષ્ટ્રના મૂળીમાં આવીને સાથીઓની મદદ લઈને રાજસત્તા સ્થાપી. જેમના વનશો મૂળીના પરમાર કે મુળી પરમાર કે સોઢાજીના નામથી સોઢા પરમાર તરીકે હાલમાં પણ ઓળખાય છે. સોઢા પોતાને અન્ય પરમારો કરતા થોડા ઊંચા માને છે. પરંતુ હકીકત તો એ છે કે સોઢાજી પરમાર જગદેવ પરમારની પછીની પેઢીએ થઈ ગયા. ગુજરાતમાં મૂળે તો જગદીશ પરમારના વંશજો જ મુખ્ય ગણાય. કારણ કે સોઢાજી પરમાર જગદેવ પરમાર પછી થઈ ગયા. ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના પરમારો જગદેવ પરમાર વંશી છે. તેમ છતાં કેટલાક પોતાને સોઢા પરમાર કે મૂળીના પરમાર તરીકે લેખાવીને ઊંચા ગણવાનું માંન લે છે.

  એજ રીતે બીજા અગ્નિવંશી રાજાઓએ પણ ગુર્જર ભૂમિને ખૂબ જ સારી રીતે સુરક્ષિત રાખીને ગુજરાતનું નામ આખા દેશમાં ગાજતું રાખેલું. આ સોલંકી વંશના મહાન પ્રતાપી રાજાઓ પૈકી સિદ્ધરાજ સોલંકી કે જેઓ જગદેવ પરમારના સમકાલીન કહેવાય છે. સિદ્ધરાજ સોલંકીની સત્તા ગુર્જર પ્રદેશના મોટાભાગના હિસ્સા ઉપર હતી. સુરાષ્ટ્રના મોટા ભાગના રાજાઓ કે સામંતો કે ગીરાસદારો સિદ્ધરાજ સોલંકીના ખંડિયા શાસકો હતા.

 સોલંકી વંશના અને આ વંશના પેટા વંશીઓ જેવા કે વાઘેલા વિગેરે એ પણ નાના મોટા રાજશાસનો ને ટકાવી રાખી ગુજરાત નો સુવર્ણકાળ ટકાવી રાખવામાં મદદ કરેલ છે.

 સોલંકી યુગના સુવર્ણકાળ પછી ગુજરાતમાં બાહ્ય આક્રમણકારો એ પગપેસારો કરીને ગુજરાતને અને ક્ષત્રિયોને વિભાજીત કરવામાં અગત્યનો ફાળો ભજવ્યો.  યવાનો ના આક્રમણો ને લીધે અને પોતાની સત્તા બચાવવા ની લાલસાને કારણે કેટલાય ક્ષત્રિયો- રાજપૂતો મોગલો અને સુલ્તાનો એટલે કે મુસ્લિમ શાસકોના શરણે થયા અને કેટલાય શાસકોએ અકબર અને બીજા કેટલાય વિધર્મી બાદશાહો સાથે લગ્ન વ્યવહારો બાંધ્યા.લગભગ ઇ.સ.૧૧૭૫  અને ત્યાર પછી ગુજરાત અને ભારતમાં મુસ્લિમ શાસકોનો અમલ શરૂ થયો. આ સમય દરમ્યાન કેટલાય રાજાઓના રાજ્યો ભાગ્યા, કેટલાય રજપૂત ક્ષત્રિયા શાસકો મેં સતાનસીન થવું પડ્યું. કેટલાય ક્ષત્રિયો ને મુસ્લિમ આક્રમણકારોને લીધે સ્થળાંતર થવું પડ્યું. પોતાના રાજાઓના રાજ્યો તૂટવાથી કે પોતાનું સ્વમાન બચાવવા માટે સેંકડો રાજાઓ અને ક્ષત્રિયા સામંતો,દરબારો કે ઠાકોરોએ જંગલમાં સંતાવું પડ્યું. પોતાનો વંશવેલો આગળ ધપાવવા ગાંધર્વ લગ્ન કે અનુલોમ લગ્ન વ્યવહારો કર્યા. કેટલાય રાજપૂતો આના કારણે નીચેના દરજંજામાં ફંગોળાઈ ગયા. કેટલાય પોતાની પદવી ગુમાવી બેઠા. તેમ છતાં આ બહાદુર અને લડાયક પ્રજા ખુમારી સાથે વટભેર જીવન જીવે છે.ઐતિહાસિક તથ્યો અને વ્હીવંચા બારોટના સત્ય કથનો મુજબ સિદ્ધરાજ સોલંકી સામે મહમદ બેગડો અને અલાઉદ્દીન ખીલજીએ આક્રમણ કરેલું.તે વખતે પાટણ તૂટ્યું. મહા યુદ્ધના કારણે પાટણ રાજ્ય અને તેની આસપાસ રહેતા એ વખતના રાજપૂતો શાકે સોલંકી, પરમાર, ચાવડા, જાદવ, મકવાણા, ઝાલા, ચૌહાણ, પઢીયાર, ડાભી અને અન્ય રાજપૂત વંશો અને પરિવારો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વેરવિખેર થયાં. અને પોતાના પરિવારની રક્ષા અને સલામતી માટે સ્થળાંતર કર્યું. આશરે વિક્રમ સવંત ૧૩૦૨ ની આસપાસ  ક્ષત્રિય રાજપૂત પરિવારોએ પોતાના પૂર્વજોના રાજ્યો તૂટવાથી કે ભાગવાથી કે ભગાડવાથી તળ ગુજરાતમાં કાયમી વસવાટ કર્યો. જે જે પ્રદેશ કે વિસ્તારમાં વસ્યા એ એ વિસ્તારની અન્ય પ્રજા , સ્થળાંતર કરીને આવેલી પ્રજા બહારથી આવેલ હોય કેટલાક બારીયા તરીકે ઓળખાયા તો કેટલાક પાટણ બાજુના વિસ્તારમાંથી આવેલા હોવાથી પટનાવડીયા તરીકે ઓળખાય તો કેટલાક પોતાના પરિવારોના રક્ષણ માટે નદીની ધારો ઉપર રહેવાના કારણે ધારાલા તરીકે ઓળખાયા. જયારે જે જે ક્ષત્રિય રજપૂતો એ મુસ્લિમ આક્રમણોની સામે ટક્કર ઝીલી અને પોતાના રાજ્યો છીનવાઈ જવા છતાં પણ અડગ રહી અને મુસ્લિમ આક્રમણકારો સામે સતત ઝઝૂમીને પણ પણ પોતાના અસલ ક્ષત્રિયાવટ ને શોભાવી એવા ક્ષત્રિયો પોતાના પૂર્વજોએ સ્થાપેલા રાજ્યોની પાવન ભૂમિ ઉપર રહ્યા એ ક્ષત્રિય રજપૂતો તરીકે ઓળખાયા.

 આમ ઉત્તર મને મધ્ય ગુજરાત ના તમામ ક્ષત્રિય છે. વર્તમાનમાં આ  ક્ષત્રિયો કાંતો રાજપુત કે રજપૂત કે  દરબાર યા  ઠાકોર તરીકે ઓળખાય છે.  ઠાકોર-દરબારો પોતાને અસલ ક્ષત્રિયા તરીકે હાલમાં મા ઓળખ આપ્યા વિના રહેતા નથી. 

  વર્તમાનમાં આ સમસ્ત ક્ષત્રિયા સમાજ સમગ્ર ગુજરાતમાં વસવાટ કરે છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ક્ષત્રિયા  સમાજ વિશેષ પ્રમાણમાં છે. ખેડા જિલ્લો અને પંચમહાલ જિલ્લાઓમાં પણ ક્ષત્રિયો છે  પોતાને ક્ષત્રિયા કે રાજપૂત તરીકે વર્ણવે છે.

 ક્ષત્રિયા સમાજમાંથી ઘણા શૂરવિરો પાક્યા છે. ખાસ કરીને નારસંગજી વીર, ભાથીજી વીર, વચ્છરાજજી સોલંકી, ગોગાજી ચૌહાણ  જેવા દેવપુરુષો તેમજ તલાજી મકવાણા, હલાજી પરમાર, વડનગરના ધીરો મેવાસી જેવા વીર બહારવટિયા અને સાબરકાંઠા નાથાજી ચૌહાણ અને ખેડા જીલાના જીવાજી સોલંકી જેવા મા ભોમની કાજે અમર શહીદો પણ જન્મ્યા છે.

  આજે પણ આ ક્ષત્રિયા સમાજ ની ખુમારી, ત્યાગની ભાવના અને આંગણે આવેલાને માન આપવાની પરંપરા તો અકબંધ સચવાયેલી છે. આ સમાજ પોતાના સામાજિક વ્યવહારોના કેટલાક ખોટા ખર્ચાઓ અને ઓછા શિક્ષણના અભાવે આર્થિક રીતે હજુ પણ ઘણો પાછળ છે. સરકારે આ ક્ષત્રિયા પાલવી રજપૂત સમાજને હિન્દૂ ઠાકોર તરીકે બક્ષી પંચ અને ઓબીસીનો સમૂહનો લાભ આપ્યો હોવા છતાં પણ સરકારી યોજનાઓનો જોઈએ એટલો લાભ મળ્યો નથી કે મેળવી શક્યા નથી.........અપૂર્ણ.... વધુ પછીથી..... ક્રમશઃ.🙏🏼🙏🏼🙏🏼 ભવાનસિંહ ઠાકુર( રભાતર)

🙏🏼🙏🏼bhavansinh.thakur@gmail.com

વધુ માહિતી માટે મારા બ્લૉગને અનુસરો.

bhavansinhji.blogspot.in

 જય ભવાની

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
માહિતી, બદલ,આભાર.
Parmar rajput gujrat એ કહ્યું…
( મુળી ગઢ ના પરમાર ) ધારગઢ ઉજૈણી થી નીકળ્યા રાજા વીર વિક્રમ સાખે રાજપુત પરમાર ના કુળ ના છીએ ગૌત્ર વશીસ્ઠ પારાશર ગૌત્ર કુળ દેવી માતા હરસીધ ભવાની પ્રસન્ણ દેવી માંતા મહાકાળી થડા માં વીર વૈતાળ પુજાય તલવાર ની ધાર કેળ નું પુજન થાય ત્રીપરવર વંશ યજુર વેદ અસલ ગઢ આંબુ ગઢ અર્બુદ ગઢ ત્યાંથી ઉજૈણ તથા ધારગઢ ત્યાંથી નીકળ્યા ગઢ પાટણ આવ્યા પાટણ માં સોલંકી સીધરાજ ના રાજમાં કાળ ભૈરવ આવતો તેનું દુઃખ ભાગ્યુ ને જગદેવ પરમારે મસ્તક ના દાંન કયુ તોથી નીકળી ને ગઢ મુળી વસ્યા તાંથી નીકળી ને ગઢ પાવાગઢ વસ્યા ને મુસલમાંન ને પાવાગઢ ભાગ્યો ચૌહાણ પતઈ રાજા ના રાજ માં તે દાડે નર્મદા તટે આવી વસ્યાને આદિવાસી ના ઘરનું પાંણી પીધું ને તડંવી સાખે પડી આગમ જમાના માં આદિવાસી , તડવી, વળવી,કઠારીયા,તેતરીયા,ધાંણકા નાંમના આદિવાસી નું પાંણી પીધું ને માટે તડંવી પરમાર સાખે પડી અસલ સાખે રાજપુત પરમાર કુળ ઉચા માં ઉચું કુળ છે
સાખા , તડવી પરમાર
, બારોટજી ભીખાભાઈ એલ


Parmar rajput gujrat
Parmar rajput gujrat એ કહ્યું…
ક્ષત્રિય પરમાર ધારગઢ ઉજૈણી થી નીકળ્યા રાજા વીર વિક્રમ સાખે રાજપુત પરમાર ના કુળ ના છીએ ગૌત્ર વશીસ્ઠ પારાશર ગૌત્ર કુળ દેવી માતા હરસીધ ભવાની પ્રસન્ણ દેવી માંતા મહાકાળી થડા માં વીર વૈતાળ પુજાય તલવાર ની ધાર કેળ નું પુજન થાય ત્રીપરવર વંશ યજુર વેદ અસલ ગઢ આંબુ ગઢ અર્બુદ ગઢ ત્યાંથી ઉજૈણ તથા ધારગઢ ત્યાંથી નીકળ્યા ગઢ પાટણ આવ્યા પાટણ માં સોલંકી સીધરાજ ના રાજમાં કાળ ભૈરવ આવતો તેનું દુઃખ ભાગ્યુ ને જગદેવ પરમારે મસ્તક ના દાંન કયુ તોથી નીકળી ને ગઢ મુળી વસ્યા મુળી ગઢ ના પરમાર એક વંશ તાંથી નીકળી ને ગઢ પાવાગઢ વસ્યા ને મુસલમાંન ને પાવાગઢ ભાગ્યો ચૌહાણ પતઈ રાજા ના રાજ માં તે દાડે નર્મદા તટે આવી વસ્યાને આદિવાસી ના ઘરનું પાંણી પીધું ને તડંવી સાખે પડી આગમ જમાના માં આદિવાસી , તડવી, વળવી,કઠારીયા,તેતરીયા,ધાંણકા નાંમના આદિવાસી નું પાંણી પીધું ને માટે તડંવી પરમાર સાખે પડી અસલ સાખે રાજપુત પરમાર કુળ ઉચા માં ઉચું કુળ છે
સાખા , તડવી પરમાર
, બારોટજી ભીખાભાઈ લક્ષ્મણભાઈ
પરમાર સવજીભાઈ એ કહ્યું…
જગદેવ પારમાર નો વંશ વેલો આગળ ક્યાં જઈને અટક્યો માહિતી આપશો.
ભવાન સિંહ ઠાકુર એ કહ્યું…
જગદેવ પરમારના વંશજો હાલમાં ઉત્તર ગુજરાત ના પાટણ,મહેસાણા, સાબરકાંઠા વિગેરે જિલ્લાઓમાં વસે છે.
કોઈ પોતાને રાજપૂત તો કોઈ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ક્ષત્રિય જાતિઓ અને વસવાટ

ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ઠાગા નૃત્ય અને પટા ખેલવા